દહી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમા કેટલાક એવા રાસાયણિક પદાર્થ જોવા મળે છે જે દૂધ કરતા જલ્દી પચી જાય છે. દૂધ કરતા દહીમાં પ્રોટીન લૈકટોઝ, કેલ્શિયમ, ફોસ્ફોરસ વગેરે અનેક વિટામિન્સ હોય છે તેથી દહીને વધુ પોષક માનવામા આવે છે. જે લોકોને દૂધ ન ભાવે તો તે માટે દહી એક સારો વિકલ્પ છે.
- દહીમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. જેનાથી હાડકા દાંત અને નખ મજબૂત થાય છે.
- ઝાડા થાય તો દહી સાથે ઈસબગોલ અને ભાત ખાવાથી ફાયદો થાય છે.
- બવાસીના રોગીઓ બપોરે ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં અજમો નાખીને પીવે તો લાભ થાય છે.
- દહી અને મધને મિક્સ કરીને નાના બાળકોને ખવડાવવાથી દાંત સહેલાઈથી નીકળવા માંડે છે.
- ગરમીની ઋતુમાં લસ્સી પીવાથી શરીરની અંદરનો તાપ શાંત થાય છે અને લૂ લાગતુ નથી.
- વજન વધારવુ હોય તો દહીમાં કિશમિશ બદામ દરાખ મિક્સ કરીને ચાવી ચાવીને ખાવાથી લાભદાયક રહે છે.
- ત્વચાનુ કાળાપણુ અને ખંજવાળ દૂર કરવા માટે ખાટા દહીથી શરીરની માલિશ કરવી જોઈએ.
- વાળની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો દહીની માલિશ કરો.