આપણે બધા કઠોર ડાયેટ પર હોય છે ત્યારે કોશિશ કરીએ છીએ કે ફેટ વાળા ફૂડસને દૂર જ રાખીએ. પણ શું તમને આ યોગ્ય લાગે છે ? જી નહી, આવું કરવું ખોટું છે કારણ કે કેટલાક ગુડ ફેટ પણ હોય છે જે આપણી બૉડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગુડ ફેટ પ્રાકૃતિક વસ્તુઓમાં હોય છે અને બેડ પ્રોસેસ્ડ અને પેકેટ વાળા ફૂડમાં હોય છે. ગુડ ફેટનું કામ હોય છે આપણી ત્વચા અને વાળને સ્વસ્થ રાખવી અને સાંધાને લચીલુંં બનાવી રાખવુ. બીજી તરફ બેડ ફેટ અનહેલ્દી હોય છે અને કોલેસ્ટ્રોલ વધારે છે. આવો જાણીએ કેટલાક ગુડ ફેટ વાળા ફૂડસના નામ જે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢે છે અને આપણને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
અખરોટ - અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. આ શરીરમાં આવતા સોજાને ઘટાડવામાં મદદગાર હોય છે. આ ઉપરાંત એને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને હૃદય અને ફેટી લીવરનો રોગ થતો નથી.