Eye care tips: આંખને હેલ્દી બનાવવા માટે આ 5 ફૂડસનો કરો સેવન
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:55 IST)
Eye care tips: બિઝી શેડયૂલ અને વર્ક લોડના કારણ આંખમાં ઘણા પ્રકારની પરેશાની થવા લાગે છે. આટલુ જ નહી વધતા કંપટીશનના કારણે બાળકોની આંખના આરોગ્ય પર ખરાબ અસર પડી રહ્યુ છે. ડૉક્ટરની સલાહ સિવાય પણ કેટલાક એવા ફૂડસ છે, જેના સેવનથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
માછલીઃ જો તમે નોન-વેજ ખાઓ છો તો આંખોને સ્વસ્થ રાખવા માટે તમે માછલીનું સેવન કરી શકો છો. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોમાં ડ્રાઈનેસની સમસ્યા રહેતી નથી.
ગાજર- આંખોની રોશની વધારવા ગાજર કારગર ગણાય છે. તેમા રહેલ વિટામિન એ અને બીટા કેરોટીન આંખના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમે ગાજરનો સલાદ શાક
અને જ્યુસના રૂપમાં સેવન કરી શકો છો.
બદામ- તેમાં રહેલ વિટામિન એ તે અણુઓથી અમારી રક્ષા કરે છે. જે હેલ્સી ટિશૂજને નુકશાન પહોંચાડે છે. બદામને ખાવાના ઘણા બીજા હેલ્થ બેનિફિટસ પણ છે. દરરોજ 3 થી 4 પલાળેલા બદામ ખાવા જોઈએ.
પપૈયું- તેમાં રહેલ વિટામિન સી અને એંટીઑક્સીડેંટસ આંખો માટે ખૂબ જરૂરી ગણાય છે. આ બન્ને જ આંખને ઘણા રોગોથી બચાવે છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેથી તે તમારા બાળકને પણ ખવડાવી શકો છો.
સંતરા- વિટામિન સી ભરપૂર સંતરા પણ આંખો માટે ફાયદાકારી હોય છે/ સંતરાના તાજા રસ રક્ત વાહિનીને સ્વસ્થ રાખે છે.