વરસાદના મૌસમમાં દહીં ખાવું જોઈએ કે નહી?

સોમવાર, 20 ઑગસ્ટ 2018 (11:42 IST)
વરસાદના મૌસમમાં ફૂડ પ્વાઈજનિંગ હોવાનો ખતરો રહે છે. આ જ કારણે વધારેપણું  લોકો તેમના ખાન -પાનનો ખૂબજ ધ્યાન રાખે છે. એ હમેશા આ વાતને લઈને કંફ્યૂજ રહે છે કે આ મૌસમમાં દહીં ખાવું જોઈએ કે નહી. જો તમે વિચારો છો કે આ દિવસોમાં દહીં નહી ખાવું જોઈએ તો આ તમારી ગેરસમજ છે. પણ વરસાદના મૌસમમાં રાત્રેના સમયે દહીં ખાવાથી બચવું. માત્ર દિવસના સમયે જ દહીંનો સેવન કરવું. ડાયરિયા અને ફૂડ પ્વાઈજનિંગના દર્દીઓ માટે દહીંનો સેવન સરસ છે. તે સિવાય પણ દહીં ખાવાથી ઘણા ફાયદા હોય છે. 
1. પાચનશક્તિ વધારે 
દરરોજ દહીંનો સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત હોય છે. તે સાથે જ દહીં પેટમાં થતાં ઈંફેકશનથી પણ બચાવે છે. જે લોકોને ભૂખ નહી લાગે છે તેને દહીં ખાવું  જોઈએ. માત્ર 1 વાટકી દહીં ખાવાથી પેટથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 
 
2. મોઢામાં  ચાંદાથી રાહત- હમેશા ગર્મીઓના મૌસમમાં મોઢામાં ચાંદા થઈ જાય છે. આ ચાંદાથી રાહત મેળવા માટે દહીં અને મધને સમાન માત્રામાં મિકસ કરી ખાવાથી ફાયદો થશે.  
 

3. આરોગ્યકારી દિલ 
દહીંમાં કોલેસ્ટ્રોલની માત્રા ખૂબજ ઓછી હોય છે. તેનાથી બ્લ્ડ પ્રેશર ઠીક રહે છે. સ્વસ્થ રહેવા માટે દરરોજ દહીંનો સેવન કરવું શરૂ કરવું. દહીં ખાવાથી હૃદય રોગ, હાઈ બ્લ્ડ પ્રેશર અને  લીવરના રોગ નહી હોય છે. 
4. જાડાપણું ઓછું કરવું - જલ્દીથી વજન ઓછું કરવા ઈચ્છો છો તો દહીંનો સેવન કરવું. તેમાં કેલ્શિયમ હોય છે જે શરીરમાં નકામી ચરબીને વધવાથી રોકે છે. આ જ કારણે ડાક્ટર પણ જાડા લોકોને દહીં ખાવા માટે કહે છે. 
 
5. દાંત અને હાડકાઓની મજબૂતી 
દહીંનો સેવન દાંત અને હાડકાઓ માટે સારું હોય છે. આમ તો શરીર માટે બધા ડેયરી પ્રોડક્ટસ સારા હોય્ય છે પણ દહીંમાં કેલશિયમ અને ફાસફોરસની ઉચ્ચ માત્રા હોય છે જે દાંત અને હાડકાઓ માટે સારું હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર