હંમેશા સાંભળવા મળે છે કે દરેક વ્યક્તિએ દૂધ પીવુ જોઈએ. દૂધ પીવાથી શરીરને તાકત મળે છે. સાથે જ દૂધ આરોગ્યના હિસાબથી ખૂબ લાભકારી હોય છે. દૂધમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરસ્લ હોય છે. જે શરીરને જરૂરી પોષક તત્વ આપે છે. પણ શુ તમે જાણો છો કે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે. કયા સમયે દૂધ પીવાથી વધુ ફાયદો થાય છે.
જુદા જુદા સમયે દૂધ પીવાથી શરીર પર અસર
સવારે દૂધ ભારે હોય છે જે સહેલાઈથી પચતુ નથી. તેથી તેને સવારે પીવુ ન જોઈએ. પણ બીજી બાજુ એવુ પણ માનવામાં આવે છેકે સવારે દૂધ પીવાથી આખો દિવસ એનર્જી ભરપૂર રહે છે.