જો તમારા ઘરમાં પણ CFL છે તો આ જાણકારી તમારા માટે જ છે !

શનિવાર, 29 એપ્રિલ 2017 (00:05 IST)
આમ તો આપણે બધા જાણીએ છીએ કે CFL બલ્બ કેટલી વીજળી બચાવે છે, પણ મોટાભાગના લોકો એ નથી   જાણતા કે આ બલ્બમાં પારો હોય છે જે શરીરમાં જવાથી ખૂબ ઘાતક સિદ્ધ થાય છે. સ્મિથે આવા જ એક બલ્બના ઠંડા થવાની રાહ ન જોઈ અને તેણે હોલ્ડરમાંથી કાઢીને બદલવાની કોશિશ કરી. તે ગરમ હોવાથી તેના હાથમાંથી  છટકીને જમીન પર પડી ગયો. ધરતી પર પડતા જ બલ્બ તૂટી ગયો અને કાંચના ટુકડા વિખરાય ગયા. સ્મિથ ઉઘાડા પગે હતો અને અંધારામાં તેનો પગ કાચના ટુકડા પર મુકાય ગયો અને બલ્બમાં રહેલો પારો ઘાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી ગયો.  જેને કારણે  2 મહીના સુધી તેને ICUમાં રાખવો પડ્યો અને હવે એને પોતાનો પગ ગુમાવવાનો ડર છે. 

 
CFL ના સંબંધમાં આ એક જ ખતરો નથી પણ બીજી અનેક બાબતો પર જેના વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ CFLના તૂટતા પર કરવું - 

 
CFL ના સંબંધમાં આ એક જ ખતરો નથી પણ બીજી અનેક બાબતો પર જેના વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ CFLના તૂટતા પર કરવું - 
 
1. ક્યારે પણ CFL ને તરત જ ન બદલશો પણ તેના ઠંડા થવાની રાહ જુઓ. 
 
2. CFL તૂટી જતા તરત જ રૂમમાંથી નીકળી જાઓ, ધ્યાન રાખો કે પગ કાંચના ટુકડા પર ન પડે. 
3. પંખો,એસી  વગેરે બંધ કરી દો જેથી પારો ફેલાય ન જાય. 
 
4. ઓછામાં ઓછા 15-20 મિનિટ પછી રૂમમાં પ્રવેશ કરીને તૂટેલા કાંચને સાફ કરો. પંખો બંધ રાખો અને મોઢું ઢાંકીને રાખો. હાથના મોજા અને કાર્ડબોર્ડની મદદથી કાંચને એકત્ર કરો. સાવરણીનો  ઉપયોગ ન કરશો.. તેનાથી પારો ફેલાવવાનો ભય રહે છે. કાંચના બારીક કણને ટેપની મદદથી ચોંટાડીને સાફ કરો. 
 
5. કચરા ફેંક્યા બાદ સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહી.  
 
6. જો કોઈ કારણસર વાગી ગયુ હોય તો તરત જ ચિકિત્સકને બતાવો અને તેમને તમારા ઘા વિશેની સાચી અને  સંપૂર્ણ માહિતી આપો. 
 
સીસુ અને આર્સેનિકથી પણ વધુ ઝેરીલો અને ઘાતક હોય છે પારો. આથી CFLનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાની રાખો.  આ માહિતી વધુથી વધુ લોકોને શેયર કરો અને બીજાને તેનાથી થતી દુર્ઘટનાથી બચાવો. 
 

વેબદુનિયા પર વાંચો