તમારી જીભનો રંગ કેવો છે? વિવિધ રંગો ચોક્કસ રોગો સૂચવી શકે છે અને જાણી લો જીભ સાફ કરવાના ઘરેલું ઉપાય

સોમવાર, 17 જૂન 2024 (09:45 IST)
color of tongue
શું તમે જાણો છો કે તમારી જીભનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે? જીભના વિવિધ રંગો પણ કેટલાક ગંભીર રોગોને સૂચવી શકે છે. જ્યારે તમે બીમાર પડો છો અને ડૉક્ટર પાસે ચેકઅપ માટે જાઓ છો, ત્યારે ડૉક્ટર ઘણીવાર તમારી જીભ પણ ચેક કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જીભને જોઈને તમારા સ્વાસ્થ્યનો અંદાજ લગાવી શકાય છે? જીભના બદલાતા રંગને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીભના વિવિધ રંગો વિવિધ રોગોની નિશાની હોઈ શકે છે.
 
જીભનો કુદરતી રંગ - તમને જણાવી દઈએ કે જીભનો કુદરતી રંગ ગુલાબી છે. જો તમારી જીભ ગુલાબી સિવાય અન્ય કોઈ રંગની છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. ચાલો આપણે જીભના વિવિધ રંગો વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ.
 
કાળો રંગ- ક્યારેક જીભનો રંગ કાળો પણ થઈ શકે છે. જીભનો કાળો રંગ કેન્સર જેવા ખતરનાક અને જીવલેણ રોગનો સંકેત હોઈ શકે છે. કાળી જીભ ફૂગ અને અલ્સર જેવી ગંભીર બીમારીઓનું લક્ષણ પણ હોઈ શકે છે.
 
સફેદ રંગ- જો તમારી જીભનો રંગ સફેદ થઈ ગયો હોય તો તમારા શરીરમાં ડીહાઈડ્રેશનની શક્યતા વધી શકે છે. આ ઉપરાંત  સફેદ રંગની જીભ લ્યુકોપ્લાકિયા જેવા ગંભીર રોગને પણ સૂચવી શકે છે.
 
પીળો રંગ- શું તમારી જીભનો રંગ પણ પીળો થઈ જાય છે? જો હા, તો તમારે તમારું પાચન સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. મોઢામાં રહેલા બેક્ટેરિયાને કારણે જીભનો રંગ પણ પીળો થઈ શકે છે. આ રંગીન જીભ પણ લીવરના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાનો સંકેત આપી શકે છે.
 
લાલ રંગ- જીભનો લાલ રંગ વિટામિન બી અને આયર્નની ઉણપને દર્શાવે છે. આ રંગીન જીભ ફ્લૂ, તાવ અને ચેપનું લક્ષણ પણ હોઈ શકે છે. જો તમે પણ તમારી જીભનો બદલાતો રંગ જોયો હોય તો તરત જ કોઈ સારા ડોક્ટરની સલાહ લો.દરરોજ જીભ સાફ કરવાથી મોઢામાં દુર્ગંધ પેદા કરનાર સલ્ફર કમ્પાઉન્ડ સાફ થઇ જાય છે. જીભ સાફ કરવાથી 75% સલ્ફર કમ્પાઉન્ડ દૂર થાય છે. જ્યારે બ્રશ કરવાથી 45% સલ્ફર કમ્પાઉન્ડ દૂર થાય છે.
 
બેક્ટેરિયા ઓછા થાય છે.
અભ્યાસ અનુસાર, ઓરલ હેલ્થ માટે જીભની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. આપણે દરરોજ જીભની સફાઈ કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
 
જો જીભ સાફ નહીં હોય તો સ્વાદ પણ નહીં આવે
એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે, જીભ પર જમા ગંદકીને કારણે જમવાનો સ્વાદ પણ નથી આવતો. તો ટેસ્ટ માટે જીભ સાફ કરવી જરૂરી છે.
 
જીભ સાફ કરવાની સાચી રીત
 
પ્લાસ્ટિક અથવા મેટલના ટંગ ક્લીનરથી જ જીભ સાફ કરવી જોઈએ. આ સાથે જ બંને તેટલી વધારે જીભને બહાર કાઢવી જોઈએ.
ટંગ ક્લિનરને જીભની પાછળ તરફ રાખો અને વાઇપરની જેમ ઉપયોગ કરો.
ટંગ ક્લિનરમાં જે ગંદકી હોય છે તેને પાણીથી સાફ કરી શકો છો.
આ પ્રોસેસ 2 વાર કરો
 
જીભને સાફ કરવાના ઘરગથ્થુ ઉપચાર
જીભને ઘરગથ્થુ ઉપચારથી પણ સાફ કરી શકો છે. જેના દ્વારા તમે જીભના બેક્ટેરિયાને પણ સાફ કરી શકો છો.
 
મીઠાવાળા પાણીથી કોગળા કરો
મીઠાવાળા પાણીથી કોગળા કરવાથી માઉથ વોશ થાય છે અને મોઢામાં કોઈ દુખાવો હોય તો તેમાંથી પણ રાહત મળે છે. મીઠાવાળા પાણીથી ખોરાકના જે કણો રહી ગયા હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે. મોઢામાં 30 સેકન્ડ સુધી પાણીને રાખો પછી કોગળા કરી લો,

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર