મોટાભાગના રોગો પેટમાંથી શરૂ થાય છે. ઘણી વખત ખાવા-પીવાનું બરાબર પચતું નથી ત્યારે ગેસ, એસિડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થવા માંડે છે, પરંતુ વધુ પડતું એસિડ ઉત્પાદન, ઓડકાર કે એસિડિટી ક્યારેક ખતરનાક બની શકે છે. પેટના કેન્સર અથવા ગેસ્ટ્રિક કેન્સરના લક્ષણો પણ એના જેવા જ છે. જે તમારા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની શકે છે. જો કે, એવું જરૂરી નથી કે આવું દરેક સાથે થાય.
એસિડ રિફ્લક્સ ત્યારે થાય છે જ્યારે પેટમાં અસામાન્ય કોષો વધવા લાગે છે. જ્યારે એસિડ રિફ્લક્સ થાય છે, ત્યારે પેટની અંદરનો ખોરાક,ખોરાકની પાઇપમાં પાછો આવવા લાગે છે. જેના કારણે અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. ઘણી વખત લોકો તેને પેટના કેન્સર સાથે જોડવા લાગે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી કે તે પેટનું કેન્સર જ હોય. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જો આવું લાંબા સમય સુધી થતું હોય અથવા તો ઘણી તકલીફ હોય તો ચોક્કસથી ડૉક્ટરની સલાહ લો. સમયસર નિદાન સાથે, કોઈપણ રોગનો ઝડપથી ઇલાજ કરી શકાય છે. કેટલીકવાર એસિડ અને પેટના કેન્સરના લક્ષણો સમાન હોઈ શકે છે.