લસણ એક ઉત્તમ કૃમિનાશક ઔષધિ છે. આમાં ઘાવને નિરોગ કરવાની ગજબની શક્તિ છે. કેટલાયે પ્રકારના સંક્રામક રોગ, જે જીવાણુંઓ અને વિષાણુઓ તેમજ આંતરડાના કીડાઓને લીધે ફેલાય છે, ઉગ્રગંધા લસણ તે વિષાક્ત કીટાણુઓનો નાશ તો કરે જ છે, સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ મહત્વપુર્ણ બેક્ટેરિયાનું રક્ષણ અને વૃદ્ધિ પણ કરે છે. આમાં મળી આવતાં 'અલીલ સલ્ફાઈડ' નામનું ઉડનશીલ તેલ, જે આખા શરીરમાં વિજળીની ગતિએ ફેલનાર સશક્ત જંતુનાશક છે, શરીરના કોઈ પણ ખુણામાં ક્ષયના કીટાણુઓનો નાશ કરવામાં સમર્થ છે. અલીલ સલ્ફાઈડના તત્વો શરીરમાં ખુબ જ ઉંડાઈની સાથે પ્રવેશ કરવાના ગુણને લીધે લસણસિદ્ધ તેલની માલિશથી આ શરીરના દરેક નાના-મોટા ભાગમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને ક્ષયને દૂર કરે છે. રોગ તેમજ સંક્રામક બેક્ટેરીયાની વૃદ્ધિને રોકે છે.