Get Rid of Back Pain- પોશ્ચર સુધરવાથી દૂર થશે કમરનો દુખાવો

મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (15:08 IST)
કમરના દુખાવાથી રાહત મેળવવા પોશ્ચર સુધારવા
દરરોજની લાઈફસ્ટાઈલમાં અમે ઉભા રહીને કે આખુ દીવસ ખોટા પોશ્ચરમાં બેસવાથી પણ કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તેથી કમરના દુખાવાથી રાહત મેળવવા પોશ્ચર સુધારવા જરૂરી છે. 
 
આ રીતે કરવું - રોજ સવારે સીધા ઉભા થઈને તમારુ પેટ અંદર તરફ લઈ ખેંચો. જેટલુ બની શકે એટલુ. હવે તેને અડધા સુધી પરત લાવી છોડી દો અને પછી તેના પર ખેંચીને પાતળી દોરી કે નાડુ બાંધી દો. એ 
 
રીતે બાંધો કે એ તમારા ડ્રેસ નીચે છિપાઈ જાય. આને આખો દિવસ રાખો. આ તમારા પેટની કોર મસલ્સને પેટની અંદર તરફ ખેંચી રાખવાનો મેસેજ આપશે. આ રીતે તમારુ પેટ ઓછુ થઈ જશે. પોશ્ચર સુધરશે અને કમરનો દુ:ખાવો પણ દૂર થશે.
 
એક ઘરેલુ નુસ્ખો બતાવીશુ જેની મદદથી તમે આ દુખાવાથી જલ્દી જ રાહત મેળવી શકો છો. 
 
સામગ્રી - એલોવેરા, લોટ, દેશી ઘી, ખાંડ. 
બનાવવાની રીત - સૌ પહેલા એલોવેરા લઈને તેના છાલટા ઉતારી દો અને તેના ગુદ્દાને કચડીને ઝીણુ કરી લો. હવે તેમા લોટ મિક્સ કરી લો અને તેના પછી દેશી ઘીમાં સેકી લો.  હવે તેમા ખાંડ નાખીને તેનો 
 
શીરો બનાવી લો. હવે આ શીરાને જરૂરિયાત મુજબ 3 થી 4 અઠવાડિયા સુધી સવારે ખાલી પેટ લો. તેનુ સેવન કરવાથી દરેક પ્રકારનો કમરનો દુખાવો દૂર થશે અને સ્લિપ ડિસ્કમાં આરામ મળશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર