30 વટાવી ચુકેલા ઓછા સુખી છે

સોમવાર, 16 નવેમ્બર 2015 (15:45 IST)
૧૯૭૦ના દાયકાની સરખામણીએ અાજે ટેક્નોલોજી અને લાઈફ-સ્ટાઈલના દૃષ્ટિકોણથી સુખસુવિધાઓ અનેકગણી વધી છે. એમ છતાં હાલમાં જે લોકો ત્રીસી વટાવી ચૂક્યા છે તેઓ અાગળ અને પાછળ એમ બંને પેઢીઓ કરતાં ઓછા સુખી છે. અાજની યંગ જનરેશન કરતાં તેમના પેરન્ટ્સની પેઢી પાસે વધુ હેપીનેસ હતી. અમેરિકાની સેન ડીએગો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે હાલમાં ૩૦ વર્ષથી મોટી વયના લોકો ૧૯૭૦ના દાયકાના લોકો કરતાં ઓછા સુખી છે. બીજી તરફ ૩૦થી નાની ઉંમરના હાલના ટીનેજર્સ અને યંગસ્ટર્સ અા પહેલાંની તમામ પેઢીઓ કરતાં વધુ હેપી ફીલ કરે છે. 

વેબદુનિયા પર વાંચો