શિયાળામાં ભરપૂર ખાવ ખજૂર, થશે 16 અનોખા લાભ

ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (09:59 IST)
શું તમે જાણો છો કે રમજાન મહિનામાં  મુસ્લિમ ભાઇ મહિના પોતાનો રોઝા ખજૂર ખાઈને તોડે છે ? એવુ એટલા માટે કે ખજૂરમાં અનેક પ્રકારના પ્રોટીન, રેશા અને પોષય હોય છે. જેને ખાઈને ઊર્જા મળે છે .ડોક્ટરો પણ દરરોજ ખજૂર ખાવાની  ભલામણ આપે છે . જેઓ  ડાયાબિટીસથી પીડિત છે તેઓ પણ નિરાંતે, 1-2 ખજૂર ખાઈ શકે છે . કબજિયાત સમસ્યા દૂર કરે 
 
જે લોકોને કબજિયાતની સમસ્યા છે તે રાતે સૂતા પહેલા થોડા ખજૂર પાણીમાં પલાડી અને સવારે ખાઈ લો. ખજૂરમાં પ્રોટીન,ફાઇબર અને પોષણ  હોય છે .જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. 

જાણોો  ખજૂરના અનોખા લાભ
- દિવસ દરમિયાન 5-6 ખજૂર ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે અને માત્ર ખજૂર જ નહીં ખજૂરના વૃક્ષનું દરેક ભાગ આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે.
 
– ખજૂરના વૃક્ષના પાંદડામાંથી ફેબ્રિક્સ બને છે અને તેના બીયાને અમુક પ્રક્રિયામાંથી પસાર પસાર કર્યા બાદ તેમાંથી પ્રાણીઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે.
 
– દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે.
-  નિયમિત ખજૂર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોને તો દરરોગ 4-5 ખજૂર ખાવી જ જોઈએ.
 
-  કાયમની કબજિયાત હોય અને જુલાબની ગોળીઓ બદલી-બદલીને કંટાળ્યાં હો તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.
 
-  જો ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.
 
-  ઓછું વજન હોય, હાઇટ વધતી ન હોય, બુદ્ધિ મંદ હોય, શરીરનો બાંધો નબળો હોય એવાં બાળકોને શિયાળાના ચાર મહિના ખજૂરપાક જરૂર ખવડાવવો. ખજૂરને ધોઈ, દૂધમાં પલાળીને માવો બનાવી લેવો. માવો ઘીમાં શેકીને એમાં લીંડીપીપર, એલચી, જાવંત્રી નાખીને ઠારી લો. એના બે ટુકડા રોજ સવારે દૂધ સાથે બાળકોને ખવડાવવાથી શરીરનો બાંધો મજબૂત થશે અને બુદ્ધિ વિકસશે.
 
- જો ખજૂરપાક ન બનાવી શકાય તો ખજૂરના ઠળિયા કાઢી એમાં છલોછલ ઘી ભરીને રાખવું. રોજ આવી બેથી ત્રણ પેશી ખજૂર સવારે ઊઠીને નરણા કોઠે ચાવી-ચાવીને ખાવાથી હાઇટ અને વેઇટ બન્ને વધે છે. એ માત્ર મેદ નથી હોતો, પરંતુ શરીર અંદરથી મજબૂત થાય છે.
 
- ફેફસાંનો ટીબી હોય એવા અને એચઆઇવી પૉઝિટિવના દરદીઓએ સવાર-સાંજ નિયમિત પાંચથી દસ પેશી ખજૂર ધોઈ એમાં સફેદ માખણ અથવા તો ગાયનું ઘી ભરીને ખાવી. એના પર એક ગ્લાસ સૂંઠ અને કાળાં મરી નાખીને ઉકાળેલું દૂધ પી જવું. એનાથી દવાની આડઅસરો ઘટે છે, શરીરમાં રક્તકણોની સંખ્યા સુધરતાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન પણ વધે છે.
 
- હૃદયરોગની તકલીફ હોય તો રોજ સવારે ચારથી પાંચ પેશી ઠળિયા કાઢેલાં ખજૂરની સાથે ગુલકંદ કે આમળાનું ચ્યવનપ્રાશ ખાવું. એના પર સૂંઠવાળું એક કપ દૂધ પીવાથી હૃદયની સાથે સંકળાયેલી શિરાઓ અને ધમનીઓ મજબૂત બને છે. આને કારણે હૃદયનું પમ્પિંગ સુધરે છે અને લોહીનું પ્રસરણ કરવાની શક્તિ નિયમિત બને છે.
 
- કિડનીની તકલીફ હોય અથવા તો યુરિનમાં ખનિજતત્વો જતાં હોય કે હાથે-પગે સામાન્ય સોજા વર્તાતા હોય તો રોજ રાતે ચારથી પાંચ પેશી ખજૂર ગાયના દૂધ સાથે ચાવી-ચાવીને ખાવામાં આવે એ જરૂરી છે.
 
- પાચનની તકલીફ કે અરુચિ હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે આ શરબત નિયમિત પીવાથી ફાયદો થાય છે.
રતાંધળાપણું 
 
ખજૂરમાં  વિટામિન એ, અને એંટીઓક્સીડેંટ હોય છે જે  રતાંધળાપણું રોગમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે . 
 
ગર્ભાવસ્થા 
 
જે મહિલાઓ ગર્ભવતી પણ છે અને એનિમિયાથી ગ્રસ્ત છે  તેને અને તેના શિશુને આયર્ન,કેલ્શિયમ ,મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સેલીનિયમથી ભરેલ ખજૂર ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ખાવાથી હીમોગ્લોબિન વધે છે. 
 
ઓસ્ટયોપુરોસિસ 
 
વર્તમાન દિવસોમાં પુરૂષો પણ ઓસ્ટયોપુરોસિસ  જેમ કે જોઈંટસમાં  દુખાવાની ફરિયાદ શરૂ કરી છે. હાડકામાં પીડા માત્ર કેલ્શિયમની  ઉણપના કારણે થાય છે. અને દરરોજ ખજૂર ખાવાથી  કેલ્શિયમની  ઉણપ પૂર્ણ થઈ જશે. 
 
આંતરડાની સમસ્યા
 
આંતવિકાર હોય તો તમે ખજૂર શરૂ કરો કારણ કે એમાં  કેલ્શિયમ, વિટામિન B5, ફાઈબર, વિટામીન બી 3, પોટેશિયમ અને કોપર હોય છે જે આ સમસ્યા દૂર કરે  છે. 
 
દાંતમાં સડન 
 
દાંતમાં સડો અને દાંતમાં દુ:ખાવો  ખજૂરથી અટકાવી શકાય છે. આવુ એટલા માટે કે એમાં ફ્લોરિન નામનું  મિનરલ હોય છે જે દાંતની સમસ્યા દૂર કરે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર