વિટામીન્સ અને મહિલાઓ -3

N.D
- વિટામીન-સી ખાટા ફળ જેવા કે લીંબુ, સંતરા, આમળા, ટામેટા, મોસંબી, લીલા મરચાં વગેરેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે. ગર્ભવતી મહિલાઓ અને બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓ પોતાના શરીરમાં વિટામીન સી નો જરૂર સમાવેશ કરો. આનાથી શરીરને રોગોની સામે લડવાની શક્તિ મળે છે. વિટામીન સીના સેવન વડે કોશિકાઓ મજબુત થાય છે. ઘા ઝડપથી ભરાઈ જાય છે. સનબર્ન, કેંસર, હૃદય રોગ, મોતિયાબિંદ વગેરે જેવા રોગ પણ નથી થતાં.

- કેલ્શિયમ દૂધ, દૂધથી બનાવેલ વસ્તુઓ, સોયાદૂધ, રાજમા, લીલા પાંદળાવાજી ભાજી, મટર વગેરેમાંથી મળે છે. પોતાના ભોજનની અંદર આ ભોજ્ય પદાર્થોનો સમાવેશ કરો. આનું નિયમિત સેવન કરવાથી હાડકાના રોગ, કોલોન, કેંસર, હાઈ બ્લડ પ્રેશર, વગેરેની ફરિયાદ નથી રહેતી. માસિક ધર્મને લગતી પણ કોઈ જ ફરિયાદ નથી રહેતી. વજન સંતુલિત રહે છે. બધી જ ઉંમરની મહિલાઓએ કેલ્શિયમનો ખોરાક વધારે માત્રામાં લેવો જોઈએ.

વેબદુનિયા પર વાંચો