યુવાઓમાં સ્ટ્રોક(આઘાત)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

P.R
સ્ટ્રોક અર્થાત્ આઘાતના મામલા હવે યુવા પેઢીઓમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આઘાતનો શિકાર બનેલી દર પાંચમાંથી એક વ્યક્તિ 55 વર્ષની ઉંમરથી ઓછી છે.

આ અભ્યાસ અમેરિકાના એક ક્ષેત્રમાં 13 લાખ લોકો પર કરવામાં આવ્યો. તેમાં જોવા મળ્યું કે વર્ષ 2005માં આઘાતનો સામનો કરનારા લોકોમાં આ ઉંમરના જૂથના કુલ 19 ટકા લોકો હતા. આ પ્રમાણ 1993ના 13 ટકા કરતા ઘણું વધુ છે.

ઓહિયોની સિનસિનાટી યુનિવર્સિટીની કોલેજ ઓફ મેડિસિનના સંશોધન લેખત બ્રેટ કિસ્સેલાએ કહ્યું કે આ ચલણનું મુખ્ય કારણ ડાયાબીટિઝ, સ્થૂળતા અને વધુ કોલેસ્ટ્રોલ જેવા જોખમોમાં વધારો હોઇ શકે છે.

તેમણે કહ્યું કે આ સિવાય અન્ય કારણ કોઇ રોગની જાણકારી મેળવવા માટે એમઆરઆઈ તકનીકનો વધતો ઉપયોગ પણ હોઇ શકે છે. અમારા અભ્યાસમાં જાણવામાં આવ્યું કે આ વધતું ચલણ જન સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે કારણ કે યુવાવસ્થામાં આઘાત જીવનભરની અક્ષમતામાં ફેરવાઇ શકે છે.

વેબદુનિયા પર વાંચો