પ્રોટીન નાસ્તાથી વજન ઘટશે

મંગળવાર, 18 ઑગસ્ટ 2015 (11:59 IST)
સવારે ઉઠીને નાસ્તામાં શું લો છો? ઉકાળેલી ચાની સાથે ગાંઠિયા, ફાફડા, ચેવડો, સેવ જેવા નાસ્તા કે પછી ફ્રેશ બનાવેલા પૌંઅા કે ઉપમા? તમે ફ્રેશ નાસ્તો ખાઓ કે સૂકાં ફરસાણ, જો એ વાનગીઓમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો જ એ તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિસોરીના રિસર્ચરોનું કહેવું છે કે વજન ઘટાડવું હોય તો પ્રોટીનવાળી ચીજો ખાઓ. એમાંય સવારે ઉઠીને સૌથી પહેલો નાસ્તો જો પ્રોટીનથી ભરપૂર હોય તો એનાથી વેઈટ-કન્ટ્રોલમાં જરૂર મદદ થશે. દૂધ, ઈંડાં, યોગર્ટ, ફણગાવેલાં કઠોળ, રીફાઈન્ડ ન હોય એવી દાળના ચિલ્લા જેવી વાનગીઓ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

વજન ઉતારવા માટે અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવો અને બ્રેકફાસ્ટમાં વધુ સારી માત્રામાં અને ગુણવત્તાવાળું પ્રોટીન હોય એવી વાનગીઓ લેવી રિસર્ચરોએ નોંધ્યું છે કે બ્રેકફાસ્ટમાં જો વ્યક્તિ ૩૫ ગ્રામ પ્રોટીન મળે એવી વાનગીઓ ખાય તો એનાથી તેની વારંવાર ખાવાની તલપ ઘટે છે અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સાતત્યપૂર્વક જળવાય છે. 

વેબદુનિયા પર વાંચો