ગરમીમાં રાહત આપતા પીણાં

P.R
શું તમે જાણો છો માત્ર પાણી જ એવું પીણું નથી જે શરીરની પાણીની જરૂરિયાત પૂર્ણ કરતું હોય, પણ એવા અનેક પીણા ઉપલબ્ધ ગરમીમાં અપનાવો આ પીણાં... -

1. નારિયેળ પાણી - પાણી પછીનું આ એક એવું પ્રાકૃતિક પીણું છે જે તરસ છીપાવે શકે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની મોટી માત્રા રહેલી છે આ સિવાય તેમાં કેલરી ઓછી હોય છે. આ પીણું 100 ટકા પ્રાકૃતિક હોય છે, ન તો તેનું કોઇ પેકેજિંગ થાય છે ન પ્રોસેસિંગ. માટે જ્યારે પણ તમને લાગે કે તમારે પાણીની જરૂર છે અને નારિયેળ પાણી તમારી સામે હોય તો કોઇપણ જાતના સંકોચ વગર આ પીણું ગટગટાવી જજો.

2. ફ્રેશ લાઇમ જ્યુસ - બીજું પ્રાકૃતિક પીણું છે લીંબુનો રસ જેને તુરંત નીચોવીને પીવો વધુ સ્વાસ્થ્યવર્ધક છે. તેમાં વિટામિન સી હોય છે. તેમાં મધમ નાંખીને પીશો તો તે પ્રાકૃતિક મીઠાશનું કામ કરશે. લાઇમ જ્યુસને તૈયાર કરવામાં એ વાતનું ધ્યાન રાખો કે પાણી સ્વચ્છ હોય. લાઇમ જ્યુસ દિવસ દરમિયાન ગમે ત્યારે અને ઘણીવાર પી શકાય છે.

3. તાજા ફળોનો રસ - જ્યુસ પીવાથી લગભગ એવો જ ફાયદો થાય છે જે ફાયદો ફળ ખાવાથી મળે છે. પણ હા, જ્યુસમાં રેસા અર્થાત્ ફાઇબર નથી હોતા. એવા લોકો જેમને શારીરિક શ્રમ કરવાનો છે અને શક્તિની જરૂર પડતી હોય છે તેઓ ફળનું જ્યુસ પીને તાકાત મેળવી શકે છે. ખાંડ વગરનો જ્યુસ પીવો ફાયદાકારક હોય છે કારણ કે ફળમાં પહેલેથી જ પ્રાકૃતિક મીઠાશ રહેલી હોય છે. આ સિવાય જો ખાંડ નાંખીને જ્યુસ પીવામાં આવે તો કેલરીની માત્રા વધી જાય છે. ફળના રસને તમે ખાધા પહેલા કે પછી પી શકો છો, પણ ધ્યાન રહે કે જ્યુસ સ્વસ્છ રીતે કાઢવામાં આવેલો હોવો જોઇએ.છે જે આપણને હાઇડ્રેટ રહેવામાં મદદ કરે છે અને સાથે પોષણ પણ આપે છે. કયા છે આવા પીણા, આવો જાણીએ...

વેબદુનિયા પર વાંચો