ઊંચી હીલવાળા સેન્ડલ પહેરવાથી સાંધાનો દુઃખાવો થાય છે
ઊંચી હીલવાળા સેન્ડલ પહેરવાથી ફેશનમાં ચોક્કસપણે વધારો થાય છે, પરંતુ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, સાંધાનો દુઃખાવો પણ હાઇ હીલના કારણે વધવાનો ખતરો રહે છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દરરોજ હાઇ હીલ પહેરનાર મહિલાઓના મત લેવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું કે, હાઇ હીલ પહેરનાર યુવતીઓ અને મહિલાઓની સાંધામાં દુઃખાવાની ફરિયાદ વધારે રહી છે. હાઇ હીલ બોડી પર સીધી અસર કરે છે. આના લીધે પગ, ઘુંટણ અને અન્ય જોઇન્ટ પર દબાણ આવે છે.બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી ટેલિગ્રાફે જણાવ્યું છે કે, એક વખતે સાંધાના દુઃખાવાની ફરિયાદ શરૃ થઇ ગયા બાદ આ ફરિયાદ સતત વધે છે. બે હજાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે સાંધામાં દુઃખાવાની ફરિયાદ મોટા ભાગે વય વધતાની સાથે જોવા મળે છે, પરંતુ હાઇ હીલ પહેરનાર યુવતીઓ અથવા મહિલાઓમાં નાની વયમાં પણ આ ફરિયાદ જોવા મળી છે.
અભ્યાસમાં ૨૨ ટકા લોકોએ એવો મત વ્યક્ત કર્યો છે કે, સાંધામાં દુઃખાવા વય વધતાની સાથે સાથે ચોક્કસપણે થાય છે. ૩૬ ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની સ્થિતિથી વધારે વાકેફ નથી. સાંધાના દુઃખાવા સાથે સંબંધિત નિષ્ણાત પ્રોફેસર એન્થોની રેડમન્ડે કહ્યું છે કે, હીલના શૂઝ અથવા તો સેન્ડલ નુકસાનકારક સાબિત થઇ શકે છે. યોગ્ય ફુટવેરની પસંદગી પગ ઉપર આવતા દબાણને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. જોઇન્ટ ઉપર પણ દબાણને ઘટાડે છે.
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટેક્લિકકરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારાફેસબુકપેજ અનેટ્વિટરપર પણ ફોલો કરી શકો છો.