આયોગ્‍ય લાઇફ સ્‍ટાઇલનાં કારણે હાર્ટનો રોગ ભારતમાં ખતરનાક સાબિત થઇ શકે છે

શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (14:48 IST)
ર્કાડિયોવેસ્‍ક્‍યુલર રોગ નંબર વન કીલર બનવાની દિશામાં વધે તેવી શક્‍યતા છે. જો કે જણકાર તબીબોનું કહેવું છે કે ૯૦ ટકા હાર્ટના રોગને થોડીક સવધાની રાખીને રોકી શકાય છે. તબીબોએ આ સંબંધમાં કેટલીક સલાહો પણ આપી છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાનના ગાળામાં ત્રણ વર્ષ સુધી કરાયેલા ઓનલાઈન સર્વેમાં જાણવા મળ્‍યું છે ૭૦ ટકાથી વધુ લોકો ર્કાડિયોવેસ્‍ક્‍યુલર રોગથી ગ્રસ્‍ત બનેલા છે. આના માટે સ્‍ટેસ, ખોટી લાઈફ સ્‍ટાઈલ, ખાવાપીવાની અનિયમિત ટેવ અને નિયમિત કસરતના અભાવનો સમાવેશ થાય છે. તબીબોનું કહેવું છે કે હાર્ટના રોગથી ગ્રસ્‍તના લોકોની વય હવે ધટીને ૪૦ની આસપાસ પહોંચી છે જે ચિંતા ઉપજાવે તેમ છે. થોડાક સમય પહેલા ફિલ્‍મ નિર્દેશક રિતુ પરણુધોષનું અવસાન પણ હાર્ટ એટેકના કારણે થયું હતું પરંતુ મેડીકલ નિષ્‍ણાંતોનું કહેવું છે કે ૯૦ ટકા કેસોને રોકી શકાય છે.

જોખમને ધટાડવા માટે કેટલીક ટિપ્‍સ ઉપયોગી બની શકે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં હાલમાં જ કરાયેલા સર્વેના તારણો રજૂ કરાયા હતા.

   જોખમ કઇ રીતે ઘટી શકે

   -   ૨૦ વર્ષની વયથી જ બીપી અને કોલેસ્‍ટેરોલ ચેકઅપ જરૂરી

   -   બે વર્ષમાં એક વખત બ્‍લડપ્રેશરની ચકાસણી જરૂરી

   -   નિયમિત રીતે વજનની ચકાસણી જરૂરી

   -   બોડી માસ ઇન્‍ડેક્‍સની ચકાસણી જરૂરી

   -   નિયમિત ચકાસણીમાં હાથ ઉપર બ્‍લડપ્રેશરની ચકાસણી જરૂરી

   -   દર ત્રણ વર્ષમાં ૪૫ વર્ષની વય શરૂ થયા બાદ બ્‍લડ બ્‍લુકોશ ટેસ્‍ટ
પુરુષો અને મહિલાઓ માટે જરૂરી

   -   નિયમિત કસરત જરૂરી

વેબદુનિયા પર વાંચો