અનિયમિત પીરીયડ ને હળવા રૂપે ન લો

બુધવાર, 10 ડિસેમ્બર 2014 (14:53 IST)
અનિયમિત પીરીયડ ઘણી શારીરિક સમસ્યાઓનું કારણ છે. સામાન્ય સ્થિતિમાં પીરિયડસનું એક ચક્ર 3-7 દિવસ માટે હોય છે. ઘણા વર્ષો સુધી પીરિયડ્સમાં બેસ્યા પછી સ્ત્રીઓ એક નિશ્ચિત ચક્રમાં સ્થાપિત થઈ જાય છે. 
 
ટીનએજ( કિશોરી) કન્યાઓમાં આવી સમસ્યા હોર્મોન્સનુંની ગડબડીને કારણે હોય છે ,પણ એક ઉમરમાં આ પરિવર્તનના બીજા કારણ પણ હોય છે. અનિયમિત પીરીયડને કારણે અનિયમિત સમય વાળ નુકશાન, માથાનો દુઃખાવો રહે, 
 
શરીરમાં જડતાની સમસ્યા બની શકે છે . કે વર્તન પણ ચીડિયાપણું હોઈ શકે છે. આથી અનિયમિત પીરીયડની સમસ્યા ને હળવા રૂપે ન  લો. ડૉક્ટરની સલાહ લઇ યોગ્ય પગલાં ભરો. 
 
અનિયમિત પીરીયડના કારણો
 
30-35 વર્ષની ઉમરમાં ડાયાબિટીસની સમસ્યા છે, તો તેના કારણે પણ માસિક સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે . 
 
ક્યારેક ક્યારેક (અલ્કોહોલ)દારૂનું સેવન પણ અનિયમિત પીરીયડના કારણ બને છે,  કારણકે લીવર એસ્ટ્રોજનના અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સને મેટાબાલાઇજ કરી મહિલાઓના માસિક  સ્રાવને  નિયિમત કરવાનુ કામ કરે છે. આવામાં દારૂનું(આલ્કોહલ) સેવન લીવરને નુકસાન કરે છે અને પીરીયડને અસર કરે છે.  પીરિયડ મોડાથી અથવા તો ન હોવાના અન્ય કારણ પર્યાપ્ત ખોરાકનો  અભાવ હોઈ શકે છે.
 
અધિક વજન પણ જવાબદાર
 
વજનનો પણ પીરીયડ પર મોટો પ્રભાવ રહે છે. તમે યોગ્ય પોષણ નથી લેતા અથવા તમારું વજન વધારે છે તો આ  દરમિયાન કેટલાક હોર્મોનના  સ્ત્રાવનની માત્રા બદલાય છે .
 
થાયરાઇડ - 
 
થાયરાઇડ હોર્મોન્સ પણ એનુ કારણ છે,  જેના વધુ કે ઓછા હોવાને કારણ પણ નિયમિત પીરીયડ આવતો નથી.  એની એક તપાસ કરાવી સારવારથી આરામ શક્ય છે. 
 
ખૂબ જ તણાવ 
 
તમારા શરીરમાં તણાવથી હોર્મોન્સમાં ફેરફાર, પીરીયડને અનિયમિત કરે છે. જો તમારા લોહીમાં ફ્લો વધુ કોર્ટીસોલ છે, તો તમારા માસિક સ્રાવનો સમય બદલી શકે છે.
 
કેટલીવાર મોનોપોઝ  શરૂ થતા 1-2 વર્ષ પહેલાંથી પણ અનિયમિત પીરીયડ શરૂ થાય છે. 
 
ટીનએજ(કિશોર)  કન્યાઓ આવી કોઇ સમસ્યા હોય છે , તો તેને સ્ત્રીરોગચિકિત્સકને તપાસ જરૂર કરાવો . નહિં તો લાંબા ગાળે , કેટલાક જીવલેણ પરિણામી થઈ શકે છે.
 
માસિક સંબંધી પ્રોબ્લેમ હોય તો ઘરેલુ  ઉપચાર બદલે જરૂરી પરીક્ષણો માટે જાવ જેથી યોગ્ય કારણ જાણી શકાય. 
 
અનિયમિત  પીરીયડની સારવાર
 
તમારો  પીરીયડ કયા કારણથી અનિયમિત છે તે જાણીને તમારી જીવનશૈલીમાં ફેરફારો કરો. 
 
જો હાર્મોન ડિસબૈંલેસ છે તો ડૉક્ટર તમને હોર્મોન અંગે સલાહ આપશે જે માસિક ધર્મને રેગ્યુલર કરવાની સાથે હોર્મોન્સનું  સ્તર પણ સંતુલનમાં લાવશે. પણ, આ સિવાય તમારા ડૉક્ટર દ્વારા નિર્દેશિત તણાવ ઓછા કરવાની  કસરત પણ કરો. 
 
તમારા આહારમાં પણ જોઈતા પરિવર્તન અવશ્ય કરો. 
 

વેબદુનિયા પર વાંચો