National Civil Services Day 2023 : આ છે સિવિલ સર્વિસ ડેનો ઈતિહાસ, જાણો શું છે ખાસ

શુક્રવાર, 21 એપ્રિલ 2023 (00:10 IST)
National Civil Services Day- દેશમાં ઘણા પબ્લિક સર્વિસ ડિપાર્ટમેંટમાં લાગેલ અધિકારીઓના કાર્યને એક્નોલેજ કરવા માટે દર વર્ષે 21 એપ્રિલને નેશનલ સિવિલ સર્વિસ ડે ઉજવાય છે. આ દિવસે સિવિલ સેવકો માટે એક રિમાંડર પણ છે. જે સામૂહિક રૂપથી દેશની એડમિનિસ્ટ્રેટિવ મશીનરીને ચલાવે છે અને તે દેશના નાગરિકોની સેવા માટે સમર્પિત છે. સિવિલ સેવામાં વિધાયિકા, ન્યાયપાલિકા અને સૈન્ય કર્મી શામેલ નથી. સિવિલ સેવાના વિસ્તારમાં અધિકારી કોઈ પણ રાજકીય પક્ષ માટે પ્રતિબદ્ધ નથી. 
 
નેશનલ સિવિક સર્વિસ ડે 21 એપ્રિલને દેશના ઈતિહાસની એક મોટી ઘટનાને જણાવવા માટે ઉજવાય છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલએ 1947 માં દિલ્હીના મેટકૉફ હાઉસમાં પ્રશાસનિક સેવા અધિકારીઓના પરીવીક્ષાધીનોને સંબિધિત કરતા હતા અને તેમના સંબોધનમાં પટેલએ સિવિલ સેવકોને સ્ટીલ ફ્રેમ
 
'ઓફ ઈન્ડિયા' તરીકે સંબોધિત. રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ એ જ દિવસે સ્મારક તરીકે ઉજવવામાં આવે છે.
 
નેશનલ સિવિક સર્વિસ ઈતિહાસ 
કેવી રીતે ઉજવાય છે નેશનલ સિવિલ સર્વિસ ડે 
આ પ્રસંગે દર વર્ષે, જિલ્લા/અમલીકરણ એકમોને જાહેર વહીવટના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી દ્વારા પુરસ્કારો આપવામાં આવે છે. પુરસ્કાર યોજના દેશભરના કેટલાક જિલ્લાઓને આવરી લે છે. આ ઉપરાંત એવોર્ડ સમારંભ સિવિલ સેવકોને એકસાથે લાવે છે અને તેમને એકબીજા સાથે જોડવામાં પણ મદદ કરે છે. દેશભરમાં અમલમાં આવી રહેલી સારી પ્રથાઓ વિશે પણ શીખે છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર