Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન

સોમવાર, 8 માર્ચ 2021 (05:08 IST)
1. મુદ્દા: 1. પરતંત્રતાઅ અને સ્વચંછદતા વચ્ચે અટવાતું નારીજીવન 3. ભારતમાં સ્ત્રીઓની ચડતી પડતીનો ઈતિહાસ 3. ભારતમાં સ્ત્રી શક્તિની જાગૃતિ 4. પશ્ચીમીકરણના નામે ફેલાતા અનિષ્ટો 5. ભારતીની નારી નારાયણી બને 
यत्र नार्यस्तु पूज्नयंते रमंते तत्र देवता આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો, હતો. સતીઓ, સન્નારીઓ અને સાધ્વીનો એક જ્વલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડ્યો છે. 
વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરૂષનો સમાન દરજ્જો હતો. એટલું જ નહિ ગાર્ગી અને લોપામુદ્રા વિદુષીઓએ સ્ત્રીજક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગતાવ્યો હતો. બુદ્દકાળમાં અને વિશેષ કરીને જૈનકાળમાં તો સ્ત્રી પુરૂષની બરાબરીના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી. 
 
પરંતુ ત્યારપછી ભારતના સ્ત્રીઓની અવનતિનો પ્રાંભ થયો અને એટલી હદ સુધી પહોંચ્યો કે મધ્યયુગમાં સ્ત્રી એક વસ્તુ મનાવા લાગી. સ્ત્રી એઉપભોગની , અપહરણ કરીને ઉઠાવી જવાની કે સમજાવી- ફોસલાવીને ભગાડી જવાની વસ્તુ છે એ માન્યાએ સ્ત્રીઓને ગુલામીના ખપ્પરમાં હોમી દીધી. સ્ત્રીઓના (કુંવારી કન્યાઓના) સોદા થવ લાગ્યા અને લોહીનો વેપાર કરતી ટૉળકીનો ક્રૂર પંજા સ્ત્રીઓની સ્વતંત્રતા પર પડ્તા રૂપાળી દીકરીઓ માટે આવરૂભેર , નિશ્ચિતતપણે જીવવું દોહ્યાલું બની ગયું. દીકરીઓના માબાપોની ઉંઘ હરામ થઈ. 
 
સ્ત્રી અને પુરૂષ એ તો સંસારરૂપી રતહના બે પૈંડા છે. એ મહાન આદર્શની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે એકવીસમી સદીના પ્રથમ દાયકામાં પણ સ્ત્રીઓની દયાજનક હાલતમાં સાર્વત્રિક સુધારો થયો નથી. 
 
લાખો સ્ત્રીઓ હજુ આજે પણ ઘરની ચાર દીવાલો વચ્ચે , નિક્ષરતા અને અજ્ઞાનતાના ઘોર અંધકારમાં અટવાઈને પશુવત જીવન જીવી રહી છે. તેમ છતાં ભારતીય સ્ત્રીઓની સ્થિતિમાં થૉડો ઘણો પણ જે સુધારો જોવા મળે  છે તેનો યશ મહાત્મા ગાંધીજીને ફાળે જાય છે. ભારતની સ્ત્રીઓને સમાનતા , સાક્ષરતા અને સ્વતંત્રતા બક્ષવા તેમણે નોંધપાત્ર પ્રયત્નો કર્યા. સ્વાતંત્રય ચણવળના એક ભાગ રૂપે , સ્ત્રી-જાગૃતિના જે રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીની રાહબરી હેઠળ શરૂ થયા તેના પરિણામે , સ્તીઓ પોતાના  પગ  પર ઉભા રહેવા જેટલી સ્વતંત્ર બની. 
  પરંતુ આજે ભારતના નારી સમાજ સમક્ષ  સૌથી મોટો કોયડો એ ઉભો થયો છે કે બંધારણ દ્વારા જે મૂળભૂત હક્ક પ્રાપ્ત થયો છે તેને અનુરૂપ કેવી રીતે બનવું ? એક બાજુ સ્ત્રી જાગૃતિની જ્યોત ઝળહળતી રાખવીને બીજી બજુ સ્વતંત્રતા સ્વચ્છદતામાં પલટાઈ રહી છે. એને કેવી રીતે નાથવી ? આજે ભારતના મહાનગરોમાં નોકરી કરતી અને કોલેજમાં ભણતી શિક્ષિત નારીઓએ લાજમર્યાદાની "લક્ષ્મણરેખા" ઓળંગી દીધી છે એવી ફરિયાદ ઉઠી છે. પશ્ચિમબા રંગે રંગાઈને અને ફેશનનૌં આંધળું અનુકરણ કરીને ભારતની નારી , કલ્બોમાં ઘૂમતી થઈ છે. અને ડાંસન રવાડે ચડી છે. પરિણામે સંયુક્ત કુટુમ્બની ભાવના છિન્નભિન્ન થઈ રહી છે. દાંમપ્તયજીવનને વહેમ અને શંકાનો લૂણો લાગ્યો છે. સૌંદર્ય પ્રસાધનોની કૃત્રિમતા હેઠળ ભારતીય નારીનું કુદરતી સૌંદર્ય ઝખવાયું છે. અને પરિણામે અનેક સમાજિલ અનિષ્તો ફૂલીફાલી રહ્યા છે. 
 
ભારતીય નારી સારા અર્થમાં "નારાયણી" બને પુરૂષ સમોવડી બને અને આદર્શ માતા બને એમાં જ એની એકલીનું નહિ આખા સમાજનું ને રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતને પોતાની આગવી , અનન્ય અને અનોખી સંસ્કૃતિ વારસો પરાપૂર્વથી મળેલો છે. આ ભારતીય સંસ્કૃતિના ભોગે આ દેશની નારી જે કાંઈ કરશે-વિચરશે  તે ચાલૉઑ પેઢીને અને ભાવિ વાર્સદારોને અન્હદ નુકશાન કરનારું જ હશે એમાં કોઈ શંકા નથી. ભારતની નારી માતૃત્વના મહામોલા સંસ્કારોનું જતન કરવાની જવાબ્દારીમાંથી છટકી જઈને . જો સિદ્ધિના સર્વોતમ શિખરો સર કરવા જશે તો સદીઓ પુરાણી જ્વલંત ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદાશે એ વાત કદે-કદાપિ ભૂલવા જેવી નથી. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર