મોંઘવારી અને બેકારીના બેવડા ખપ્પરમાં હોમાયેલાં હું તમને મારી દર્દભરી દાસ્તાન કહેતા શરમાઉં છુ! કેમ કે મારા જેવો ગ્રેજ્યુએટ નવજુવાન છેલ્લા બે વરસથી તદ્દન બેકાર હાલતમાં માબાપ અને સમાજ માટે ભારરૂપ થઈને ફતો હોય એ કાંઈ જેવી તેવી શરમ નથી.
પહેલાં તો હું યુનિવર્સિટીનો વાંકા કાઢતો હતો, આજની શિક્ષન પ્રથાને દોષ દેતો હતો. પરીક્ષા પદ્ધતિને પોકળ કહેતો હતો અને લાંચ રૂશ્વતની બદીને બદનામ કરતો હતો, પરંતુ બે વર્ષની સતત સંઘર્ષમય સ્થિતિમાં વાસ્તવિક જીવનનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરી લીધા પછી મને લાગે છે કે બીજી કોઈનો વાંક નથી બસ મારો જ વાંક છે. હું ભણ્યો શું કામ? અભણ કેમ ન રહ્યો.. ?
તમને થોડો આંચકો લાગશે કે કેમ હું ભણતરને વગોવી રહ્યો છું ને નિરક્ષરતાને બિદરાવી રહ્યો છું. "પરંતુ હું હૈયાનો બળેલો છું ને દિલનો દાઝેલો છું" એટલે હવે કક્યારેક કડવી વાત પણ કહેવાઈ જાય છે. પણ મારી વાત સાવા નાંખી દેવા જેવી નથી. મારા ગામમાં પ્રાથમિક શાળામાં જેઓ મારી જોડે ભણતા હતા તે પેલા ચીમલ વાળંદ રણછોડ લુહાર, માણેકલાલ ઘાંચી કેશવ કંદોઈ, ખુશા, મોચી, પરસોત્તમ દરજી, બબો પટેલ, જેસીંગ સુથાર એ બંધાયને જૌં છુ ને મારુ શેરશેર લોહી બળી જાય ચે. આમાંના એકેય ગ્રેજ્યુએટ તો શું, મેટ્રિક પણ પાસ નથી અને છતાં એમાનો એકેય બેકાર નથી. એટલું જ નહિ પોતપોતાના બાપદાદાના ધંધામાં તેઓ સારામાં સારું કમાય છે ને પૂરેપૂરા સુખી છે.
જ્યારે હું? આહા! જ્યારે SSC માં પાસ થયો હતો. ત્યારે બાપાસે સાકર વહેચેલી કેમ કે એક તો ગામનો શેઠનો દીકરો જાતે વાણિયોને ગણિતમાં 100 માંથી 100 ગુણ સાથે ફર્સ્ટ ક્લાસમાં પાસ થયેલો! પરંતુ વ્યવહારના ગણિતમાં એવો કાચો પફ્યો કે ચાર વરસ શહરની હૉસ્ટેલમાં રહી રૂપિયા પાંચ હજારનું પાણી કરી બી કૉમ થવા છ્તાં નોકરી માટે પસંદ થતો નથી .
મારી કરૂણતા તો એ છે કે ગયે વર્ષે મારા લગ્ન પણ થઈ ગયા છે ને આ દિવાળી પર તો મારી પત્નીને તેડી લાવવાની છે! હાય બેકારી! હું શું મ્હોં લઈ મારી નવોઢા ભાર્યાના દિલના અરમાન પૂરા કરી શકીશ?
મને સૌથી વધુ દુખ તો એ બાબતનું છે કે ચાર વર્સ અમદાવાદ શહેરની હવા ખાદ્યા પછી અને કોલેજિયન યુવાનોની સોબનો રંગ લાગ્યા પછી હવે હું નથી મારી ગામડી રહી શકતો નથી મારા બાપાની કરિયણાની દુકાને બેસી શકતો! આમ તો ગામમાં મારા બાપની વર્ષો જૂની હાટડી ચાલે છે અને ખાદ્યાખોરાકીનો ખર્ચ બા દ કરતાં વરસે દહાડે પાંચેક હજાર રૂપિયાની બચત થયા એટલું તો મારા વૃદ્ધ પિતા આ નાનકડી દુકાનમાંથી રળી લાવે છે. પરંતુ હું એવું ભણયર ભણ્યો છે કે મને મહેનતનું કોઈ કામ કરવાનું ગમતો નથી. મારે તો બેંકમાં કે સરકારી ઑફિસમાં કલાર્કની ઉજળી નોકરી કરવાની આશા છે. જે પૂરી થતી નથી ને મારી બેકારી ટળતી નથી.
દોસ્તો! "ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો" એવી વિચિત્ર દશામાં હું અમદાવાદની સડકો પર ઘૂમી રહ્યો છું. મારા હાથમાં સર્ટિફિકેટોની ફાઈલ છે ને મારી મજર પેલાં ઉંચા ગગનચૂંબી મકાનોની એરકડિંશન ઑફિસો પર ચે જ્યાં મારે એકાદ ખૂણામા ગોઠવાઈ જવું છે. પરંતિ લાગવદ યા લાંચ બેમાંથી એકયની ત્રવડ મારી પાસે નથી એટલે નિરાશ થઈને હવે આપઘાત કરીને આ ફાની દુનિયાનો ત્યાગ કરી દેવાના ગોઝારા ઇચાર પર આવી ગયો છું બીજું થાય પણ શું
તેમ છતાં હજી પણ મનમા ઉંડાણમાં આશાની જ્યોત ઝગમગે છે કે