સચિનનો અડધી સદીનો ‍વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટનાં રેકોર્ડનાં શહેનશાહ ભારતનાં માસ્‍‍ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના રેકોર્ડનાં ખજાનામાં વધુ એક રેકોર્ડનો સમાવેશ કર્યો છે.

ઓસ્‍ટ્રેલીયા વિરૂદ્ધ ફ્યૂચર કપનાં ચોથા વન-ડે મેચમાં સચિને અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સચિને આ સાથે સચિન વન-ડેમાં સર્વાધીક 41 સદીની સાથે અડધી સદીમાં પણ વિશ્વવિક્રમી બન્યો છે.

સચિને પોતાની 79 રનની ઇનિંગ સાથે આ સિદ્ધી નોંધાવી છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્‍તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક્કનાં નામ પર હતો. ઇંઝમામે 378 વન-ડે મેચમાં 83 અડધી સદી બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો.

સચિને આ સિદ્ધી પોતાની કેરીયરનો 399મા મેચ રમતા નોંધાવી છે.

ઉલ્‍લેખનીય બાબત એ છે કે જે દિવસે ઇંઝમામે પોતાની કેરીયરનો છેલ્લો મેચ રમવાનો શરૂ કર્યો તેજ દિવસે સચિને આ ‍ઉપલબ્ધી મેળવી છે. ઇંઝમામ આ ટેસ્‍ટ બાદ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેશે.

સચિનનાં નામે વન-ડે તથા ટેસ્‍ટ બંનેમાં સર્વાધીક સદી તથા રનનો રેકોર્ડ છે આ ઉપરાંત અન્ય અનેક રેકોર્ડ પણ સચિનનાં નામ પર છે.

વેબદુનિયા પર વાંચો