માસ્‍ટર બ્લાસ્ટરની કલગીમાં વધુ એક પીછું

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં વિક્રમોની વણઝાર લગાવનારા માસ્‍ટર બ્લાસ્ટરે વધુ એક વિક્રમ નોંધાવ્યો છે. ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે શ્રેણીમાં સચિને આંતરરાષ્‍ટ્રીય વન-ડે ક્રિકેટમાં પંદર હજાર રન પૂર્ણ કર્યા છે. સચિને 387 મેચમાં પંદર હજાર રનનોં જાદૂઇ આંકડો વટાવીને વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનવાનું બહુમાન મેળવ્યું છે.

આંતરરાષ્‍ટ્રીય વન-ડે ક્રિકેટનાં રેકોર્ડ પર નજર નાંખતા સચિનનો આ રેકોર્ડ વર્તમાન સમયમાં તૂટે તેવી શક્યતા નથી. સચિન બાદ સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં શ્રીલંકાના સનત જયસૂર્યા અને બાદમાં પાકિસ્‍તાનનાં ઇંઝમામ ઉલ હક આવે છે.

જયસૂર્યાએ 395 મેચ રમતાં લગભગ 12063 રન બનાવ્યાં છે. સચિનની સામે જયસૂર્યા લગભગ ત્રણ હજાર રન પાછળ છે. સૌથી વધુ રન બનાવવામાં નંબર ત્રણ પર રહેલા ઇંઝમામની કારકીર્દી લગભગ પૂર્ણ માનવામાં આવે છે. ચાર નંબર પર રહેલા સૌરવ ગાંગુલી સચિનથી ચાર હજાર કરતા વધુ રનોથી પાછળ છે.

વર્તમાન સમયમાં સચિન સારા ફોર્મમાં છે. ક્રિકેટ વિષ્‍લેષકો પણ માને છે કે સચિન ઓછામાં ઓછા બે-ત્રણ વર્ષ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ રમશે. સચિનનાં ફોર્મ પ્રમાણે આગામી બે-ત્રણ વર્ષમાં લગભગ બે હજારથી વધુ રન તેનાં બેટ દ્વારા અને પંદર હજારનો આંકડો સતર કે અઢાર હજાર રનોને પાર કરી શકે છે.

આ અનુમાનોનાં આધારે આગામી પાંચ-છ વર્ષમાં સચિનનાં રેકોર્ડને કોઈ આંબી શકે તેવું જણાતું નથી.

વેબદુનિયા પર વાંચો