સત્યમ કોમ્પ્યુટરે બુધવારે કંપની લો બોર્ડથી માગણી કરી કે, તેના નિર્દેશક મંડળમાં 4 નવા નિર્દેશકોની નિમણૂકને મંજૂરી પ્રદાન કરવામાં આવે.
સત્યમ ટેક મહિન્દ્રાના વરિષ્ઠ પદાધિકારીઓ વિનીત નૈયર, ઉલ્હાસ એન. યાર્ગોપ, પીસી ગુરનાની અને સંજય કાલરાની સત્યમ બોર્ડમાં નિમણૂકને લઈને સીએલબી પાસે પહોંચી છે. સત્યમે આ પગલું સોમવારે ટેક મહિંદ્રા દ્વારા તેમના અધિગ્રહણ માટે સૌથી મોટી બોલીકર્તાના રૂપમાં ઉભર્યા બાદ ઉપડાયું છે.
સંભાવના છે કે, સીએલબી ગુરૂવારે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.