ભારતના ઘરેલૂ ઉત્પાદનો સુરક્ષિત : પ્રણવ

ભાષા

સોમવાર, 24 ઑગસ્ટ 2009 (09:22 IST)
આસિયાન સાથે ભારત દ્વારા કરવામાં આવેલા મુક્ત વ્યાપાર કરારથી દેશના ઘરેલૂ ઉત્પાદનો પર કોઈ ખતરો ઉત્પન્ન ન થવાનો દાવો કરતાં કેન્દ્રીય નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આજે કહ્યું કે, આ સમજૂતિ લાભોને વધારવા માટે કરવામાં આવી છે ન કે, અમારી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માટે.

તેમણે કહ્યું કે, ભારતને આસિયાન સહિત નવા નિકાસ બજારો તરફ વળવું જોઈએ જ્યાં ઘણી સંભાવનાઓ છે.

સમજૂતિથી ભારતીય અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રને નુકસાન પહોંચવાની આશંકાઓ વિષે તેમણે કહ્યું કે, અમે સમજૂતિ લાભોને વધારવા માટે કરી છે ન કે, અમારી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માટે. અમારા ઘરેલૂ ઉત્પાદનો કોઈ પણ રીતે પ્રભાવિત નહીં થાય. તેમને કોઈ પણ પ્રકારનો ખતરો ઉત્પન્ન નહીં થાય.

વેબદુનિયા પર વાંચો