બીએસએનએલની વાઈમેક્સ સેવા શરૂ

ભાષા

સોમવાર, 14 ડિસેમ્બર 2009 (08:42 IST)
સાર્વજનિક ક્ષેત્રની બીએસએનએલે રવિવારથી વાયરલેસ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી છે અને આવું કરનારી તે દેશની પ્રથમ કંપની બની ગઈ છે. કંપનીની આ સેવાનું ભાડુ ગ્રામીણ વિસ્તારો માટે 140 રૂપિયા પ્રતિ માસથી શરૂ થશે.

બીએસએનએલની આ વાઇમૈક્સ પ્રૌદ્યોગિકી આધારિત સેવાની શરૂઆત સંચાર રાજ્યમંત્રી સચિન પાયલટે પોતાના સંસદીય ક્ષેત્ર અજમેરમાં કરી.

જિલ્લાના પીસાંગન ટેલીફોન એક્સચેંજમાં તેની શરૂઆત થઈ. પાયલટે આ પ્રસંગે જણાવ્યું કે, ' આ અનોખી પ્રૌદ્યોગિકી ભારતમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે. તેના માધ્યમથી બીએસએનએલ ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસના નવા યુગનો સૂત્રપાત કરશે. તેના માધ્યમથી વિભિન્ન બિલોની ચૂકવણી, જન્મ પ્રમાણ પત્ર, ભૂમિ રેકોર્ડ વાહન નોંધણી જારી કરવી, વીડિયો કોંફ્રેંસિંગ સહિત અનેક સુવિધાઓનો લાભ ઉઠાવવામાં આવશે.'

પાયલટે કહ્યું કે, ' આ પરિયોજનાને ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય સેવા કેન્દ્રોથી જોડવામાં આવશે. પ્રથમ ચરણમાં બીએસએનએલ દેશ ભરમાં 1000 બ્લોક મુખ્યાલયોને જોડશે.'

વેબદુનિયા પર વાંચો