કેટરીંગ સેવા આપતી ફુડકિંગએ આ વર્ષે 20 કરોડ રૂપિયાના કારોબારનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કંપનીના સંસ્થાપક ઇ સારથ બાબૂએ જણાવ્યું હતું કે, અમે ગત વર્ષે 8 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો જે આ વર્ષે 20 કરોડ રૂપિયા થવાની ઉમ્મીદ છે.
ઉલ્લેખનિય છે કે, 30 વર્ષિય આ ઉધમી લોકસભા ચૂંટણીમાં દક્ષિણી ચેન્નાઇથી મેદાનમાં છે. બાબુએ કહ્યું કે, ફૂડ કિંગ તામિલનાડુ કર્ણાટક ગોવા તથા ગુજરાતમાં ફેલાયેલ છે. કંપનીમાં 200 કર્મચારીઓ કાર્યરત છે અને વધુ 150 કર્મચારીઓની ભરતી કરવાની યોજના છે.