પીએનબીની ઝારખંડમાં નવી શાખાઓ

ભાષા

રવિવાર, 23 ઑગસ્ટ 2009 (12:21 IST)
સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બૈંક (પીએનબી) ઝારખંડમાં એક વર્ષની અંદર 15 નવી શાખાઓ ખોલશે.

બેન્કના સૂત્રોએ શનિવારે અહીં જણાવ્યું કે, આ ઉપરાંત નવા એટીએમ કેન્દ્રો પણ ખોલવામાં આવશે. રાજ્યમાં દુષ્કાળને પગલે બેન્કે ગ્રાહકોને ભારતીય રિજર્વ બેન્કના નિર્દેશો અંતર્ગત દેણા પૂરા પાડવાનો નિર્ણય લીધો છે.

સુત્રોએ જણાવ્યું કે, સામાજિક દાયિત્વોની પૂર્તિ માટે રાજ્યમાં પીએનબીની તમામ શાખાઓને નિર્દેશ આપવામાં આવ્યાં છે.

વેબદુનિયા પર વાંચો