દેશમાં માત્ર બે માસ પૂરતી ખાંડ : કલામ

ભાષા

ગુરુવાર, 27 ઑગસ્ટ 2009 (15:26 IST)
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે દેશમાં ખાડના ઘટી રહેલા ઉત્પાદનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે, ઉત્પાદનની સુદૃઢ઼ સ્થિતિ જાળવી રાખવા માટે મિલ માલિકોં, વૈજ્ઞાનિકોં અને ખેડૂતોએ મળીને સંયુક્ત ભાગીદારી વિકસિત કરવી જોઈએ જેથી આ સંકટમાંથી નિવાડો લાવી શકાય.

કલામે અહીં શુગર ટેક્રોલોજિસ્ટ એસોસિએશન ઑફ ઇંડિયાના 70 માં વાર્ષિક સમારોહમાં કહ્યું કે, વિજન-2020 ને અનુરૂપ ખાંડ ઉદ્યોગ સંચાલકોંને પોતાના સ્તર પર આત્મમંથન કરીને ઉત્પાદનની ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ તેમણે કહ્યું કે, દેશમાં માત્ર બે મહિના પૂરતી જ ખાંડ બચી છે.

વેબદુનિયા પર વાંચો