સરકાર દેના બેંકમાં 900 કરોડ રૂપિયાની મૂડી નાખવા પર વિચાર કરી રહી છે, જેથી તેની મૂડી અને વેપાર વૃદ્ધિની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, બેન્કે સરકારે શેર અને તેના આધાર પર ઈક્વિટી મુડીના ભાગરૂપે નાણા નાખવા માટે કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે, તેમાં કેટલાયે મુદ્દાઓ શામેલ છે અને સરકાર આ પ્રસ્તાવનું પરીક્ષણ કરી રહી છે.
બેન્ક નાણા બજારમાં દેણું એકત્ર નથી કરી શકતી કારણ કે, સરકારની તેમાં 51 ટકા ભાગીદારી છે અને નિયમો અનુસાર સરકાર રાષ્ટ્રીય બેન્કમાં પોતાની ભાગીદારી તેનાથી ઓછી કરતી નથી.
સૂત્રોએ કહ્યું છે કે, બેન્કે સરકાર પાસેથી ચાલૂ નાણાકિય વર્ષ દરમિયાન 500 કરોડ રૂપિયા અને 2010-11 માં શેષ 400 કરોડ રૂપિયા આપવાની માગણી કરી છે.