અડાનીના FPO પરત લેવાની Inside Story

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (12:14 IST)
અડાની ગ્રુપ દ્વારા FPOને પરત લીધા બાદ ગ્રુપના પ્રમુખ ગૌતમ અડાનીએ એક વીડિયો વક્તવ્ય રજુ કરી આ નિર્ણય પાછળનુ કારણ બતાવ્યુ. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યુ કે FPOના સફળતાપૂર્વક સબ્સક્રિપ્શન પછી તેને પરત લેવાના નિર્ણયે અનેક લોકોને ચોકાવ્યા હશે, પણ ગઈકાલે બજારના ઉતાર ચઢાવને જોતા અમારા બોર્ડે આ અનુભવ્યુ કે આ પ્રક્રિયાને આગળ ચલાવવી નૈતિક રૂપે ઠીક નહી કહેવાય. 


ગૌતમ અડાનીએ કહ્યુ - છેલ્લા ચાર દસકોમાં એક વેપારી તરીકે મારી યાત્રાના બધા સહયોગીઓની તરફથી ગર્મજોશી અને સમર્થનનુ સૌભાગ્ય મળ્યુ છે. ખાસ કરીને રોકાણકારો તરફથી. મારે માટે આ જરૂરી છે કે હુ તે કબૂ કરુ કે મે જીવનમાં જે પણ નાની ઉપલબ્ધિ મેળવી છે તે રોકાણકરોના વિશ્વાસને કારણે છે.  મારી મોટી સફળતા તેમની સફળતા છે. મારે માટે મારા રોકાણકરોનુ હિત સૌથી ઉપર છે અને બાકી બધુ પછી. રોકાણકારોને નુકશાનથી બચાવવા માટે અમે FPO પરત લઈ લીધો છે. 

 
તેમણે કહ્યુ કે આ નિર્ણયનો અમારા વર્તમાન ઓપરેશંસ અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ પ્રભાવ નહી પડે. અમે પરિયોજનાઓને સમય પર પૂર્ણ કરવા અને ડિલીવરી પર ધ્યાન આપવાનુ ચાલુ રાખીશુ. અમારી કંપનીનો પાયો મજબૂત છે. અમારી બેલેંસ શીટ મજબૂત છે અને સંપત્તિ મજબૂત છે. અમારો કૈશ ફ્લો ખૂબ મજબૂત રહ્યો છે. અમારી પાસે અમારા કર્જની જવાબદારીઓને પૂર્ણ કરવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. બજારમાં સ્થિરતા આવ્યા બાદ અમે અમારી મૂડી બજાર રણનીતિની સમીક્ષા કરીશુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર