Adani Bribery case - કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી

ગુરુવાર, 21 નવેમ્બર 2024 (15:11 IST)
sagar adani

ન્યયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલ સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અરબોની દગાબાજી અને લાંચનો આરોપ લાગ્યો છે.  યૂનાઈટેડ સ્ટેટસ અર્ટાર્ની ઓફિસનુ કહેવુ છે કે અદાણીએ ભારતમાં સોલર એનર્જી સાથે જોડાયેલ કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારેઓને 265 મિલિયન ડોલર (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપી કે આપવાની યોજના બનાવી રહ્યા છે.  
 
આ પૂરો મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય ફર્મ સાથે જોડાયેલો છે. 24 ઓક્ટોબર 2024ના રોજ આ મામલો US કોર્ટમાં નોંધાયો, જેની સુનાવણી બુધવારે થઈ.  અદાણી ઉપરાંત તેમા સામેલ અન્ય 7 લોકો સાગર અદાણી, વિનીત એસ જૈન, રંજીત ગુપ્તા, સાઈરિલ કૈબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ છે. 
 
સાગર અદાણી કોણ છે. સાગર અદાણી, અદાણી ગ્રુપન ચેયરમેન ગૌતમ અદાણીના ભત્રીજા છે. તેમણે અમેરિકાની જાણીતી બ્રાઉન યૂનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ડિગ્રી પ્રાપ્ત કરી. 2015માં અદાણી ગ્રુપ સાથે જોડાયા બાદ તેમણે ગ્રુપના એનર્જી અને ફાઈનેંસ ડિવીજનને સફળતાપૂર્વક સાચવી. 
 
સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના મુખ્ય નેતૃત્વકર્તાઓમાંથી એક છે. તેમનુ મુખ્ય ફોકસ રિન્યૂએબલ એનર્જી (નવીકરણીય ઉર્જા) પર છે. અદાણી ગ્રુપનુ લક્ષ્ય 2030 સુધી દુનિયાની સૌથી મોડી રિન્યૂએબલ એનર્જી પ્રોડ્યૂસર બનવાનુ છે.  
 
અદાણી ગ્રુપનો એનર્જી પોર્ટફોલિયો : સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની કામગીરી માટે જવાબદાર છે. AGEL પાસે 20 GW કરતાં વધુનો સ્વચ્છ ઊર્જા પોર્ટફોલિયો છે. આમાં તમિલનાડુમાં સ્થિત વિશ્વના સૌથી મોટા સોલર પ્લાન્ટનો સમાવેશ થાય છે. અદાણી ગ્રુપ 2030 સુધીમાં ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. 
 
ન્યુયોર્ક કોર્ટ કેસમાં સાગર અદાણીનું નામ : ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં 24 ઓક્ટોબર 2024ના રોજ નોંધાયેલા કેસમાં ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો સાથે સાગર અદાણીનું નામ પણ સામે આવ્યું છે.
 
આરોપ છે કે અદાણી ગ્રુપે ભારતમાં સોલર એનર્જી કૉન્ટ્રેક્ટ મેળવવ્વા માટે ભારતીય અધિકારેઓને $265  મિલિયન (લગભગ 2200 કરોડ) ની લાંચ આપી કે આપવાની યોજના બનાવી. 
આ મામલો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને એક અન્ય ફર્મ સાથે જોડાયેલો છે.  
 
અદાણી ગ્રુપના શેર પર અસર - આ સમાચાર લખતા સુધી અદાણી એંટરપ્રાઈજેસમાં સૌથી વધુ 21.73%નો ઘટાડો નોંધાયો છે.  હાલ અદાણી ગ્રુપના શેર  10-20% ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.  અદાણી એંટરપ્રાઈજેસમાં સૌથી વધુ  21.73% નો ઘટાડો છે. જ્યારે કે ગ્રીન એનર્જીના શેરમાં 18.02% નો ઘટાડો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર