કંપનીએ કહ્યુ કે દેશમાં લોકો તેમને મળનારી ખોટી માહિતી કે અફવાહોને વ્હાટ્સએપના +91-9643-000-888 નંબર પર ચેકપોઈંટ ટિપલાઈનને મોકલી શકે છે. એકવાર જ્યારે કોઈ યૂઝર ટિપલાઈનને આ સૂચના મોકલશે ત્યારે પ્રોટો પોતાના પ્રમાણન કેન્દ્ર પર માહિતીના સાચા કે ખોટા હોવાની પુષ્ટિ કરી યૂઝરને સૂચિત કરી દેશે. આ પુષ્ટિથી યૂઝરને જાણ થશે કે તેને મળેલ સંદેશ સાચો, ખોટો, ભ્રામક કે વિવાદિતમાંથી શુ છે.
પ્રોટો પ્રમાણન કેન્દ્ર તસ્વીર, વીડિયો અને લેખિત સંદેશની પુષ્ટિ કરવામાં સક્ષમ છે. આ અંગ્રેજી સાથે હિન્દી, તેલુગુ, બાંગ્લા અને મલયાલમ ભાષાના સંદેશોની પુષ્ટિ કરી શકે છે.