WhatsAppમાં આવ્યુ અપડેટ, વીડિયો જોવો બન્યો હવે વધુ મજેદાર

ગુરુવાર, 20 જૂન 2019 (17:34 IST)
WhatsApp પોતાના પ્લેટફોર્મ પર સતત કંઈક ને કંઈક નવા ફીચર્સને જોડતુ રહે છે. આ વર્ષની શરૂઆતમાં આ માહિતી મળી હતી કે વોટ્સએપ (PIP)પિક્ચર ઈન પિક્ચર મોડને સારુ બનાવવાની કોશિશમાં લાગ્યુ છે. ઓરિજિનલ PIP મોડની એક લિમિટેશન એ હતી કે જેવુ જ તમે વોટ્સએપના બીજા એપમાં સ્વિચ કરશો  વીડિયો ચાલવો બંધ થઈ જતો હતો.  એ પણ ત્યારે જ્યારે તમે વોટ્સએપને બંધ પણ ન કર્યુ હોય. જો કે  હવે કંપની આ માટે PIP મોડ 2.0 લઈને આવી રહી છે. જેમા આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે. 
 
 
આ ફિચરના સૌ પહેલા  WABetaInfo એ રિપોર્ટ કર્યો હતુ. માર્ચના મહિનામાં આ બ્લોગ દ્વરા રિપોર્ટ કરવામાં આવી હતી કે ફેસબુકના સ્વામિત્વવાળી કંપની PIP મોડના લિમિટેશનને સુધારવાની કોશિશ કરી રહી છે.  હવે કંપનીને એડ્રોયડ એપના લેટેસ્ટ બીટા વર્ઝનને યુઝ કરી રહેલ બધા યુઝર્સ માટે આ ફીચરને રજુ કરી દીધુ છે. એટલે કે PIP મોડ 2.0ને એડ્રોયડ વર્ઝન  2.19.177માં વોટ્સએપ બીટા માટે ઉપલબ્ધ કરાવી દીધા છે. 
 
આ  નવા ફીચરના આવ્યા પછી વોટ્સએપ યુઝર્સ કોઈ YouTube કે ફેસબુક વીડિયોને બૈકગ્રાઉંડમાં જોવા માટે ચાલુ રાખી શકે છે. ભલે તે કોઈ બીજા એપમાં સ્વિચ કરે કે એપની અંદર જ કોઈ  બીજા ચૈટમાં જતો રહે.  જ્યા સુધી મેન એપમાં આ ફીચરના આવવાની વાત છે તો હાલ આ બીટા એપમાં જ છે અને જલ્દી જ તેને દુનિયાભર માટે મેન એપમાં ઉપલબ્ધ કરાવી દેવો જોઈએ. 
 
આ ઉપરાંત આપ જાણી લો કે વોટ્સએપ એક નવા ફીચર પર પણ કામ કરી રહ્યુ છે. ફીચર યુઝર્સને ભૂઅથી કોઈ બીજા કૉન્ટેક્ટમાં ઈમેજ શેયરિંગથી બચાવશે. હાલ જેવુ જ તમે ઈમેજ સિલેક્ટ કરો છો અને કોઈ કૉન્ટેક્ટ ને મોકલવાના હોય છે તો ત્યા ટોપ લેફ્ટમાં તમને એ કૉન્ટેક્ટની ઈમેજ જોવા મળે છે. પણ નવા ફીચરના આવવાથી તમને સ્ક્રીનમાં કૈપ્શનની નીચે સામેવાળાના કૉન્ટેક્ટનુ નામ પણ જોવા મળશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર