વેબદુનિયા #LocWorld38 સીએટલનો બનશે ભાગ

મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (16:55 IST)
વેબદુનિયા #LocWorld38 સિએટલ નો ભાગ રહેશે. 17થી 19 ઓક્ટોબર 2018ના રોજ થનારી આ ઈવેંટમાં વેબદુનિયાના ટેકનીકલ અને લોકેલાઈઝેશન વિશેષજ્ઞ સોફ્ટવેયર અને લોકલાઈઝેશન સર્વિસ પર પોતાનો પોર્ટફોલિયો રજુ કરશે. 
પ્રદર્શનનો સમય 18 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી,  જ્યારે કે 19 ઓક્ટોબરના રોજ સવારે 8.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે.  આ દરમિયાન પુરસ્કાર વિતરણ સાથે જ અન્ય સેશન પણ થશે.  લોકલાઈઝેશન, તકનીક અને વેબદુનિયા સાથે જોડાયેલ અન્ય માહિતીઓ માટે આપ #LocWorld38 સિએટલના બૂથ 102 પર મળી શકો છો. 
 
19 વર્ષ જૂની કંપની વેબદુનિયા સ્ટ્રેટિઝીથી લઈને ડિપ્લોમેંટ સુધીની સેવાઓ પુરી પાડે છે.  વેબદુનિયાની એઆઈ, મશીન લર્નિંગ, બ્લોકચેન, એનાલિટિક્સમાં તકનીકી વિશેષજ્ઞતાનો આજે અનેક અગ્રણી કંપનીઓ લાભ ઉઠાવી રહી છે. 
 
એટલુ જ નહી વેબદુનિયા ગ્લોબલ ડિઝિટલ કંટેટને કેન્દ્રીત કરવાના ઉદ્દેશ્યથી 30થી વધુ ભાષાઓનુ અનુવાદ પોતાના ઈનહાઉસ લોકલાઈઝેશન મેનેજમેંટ સિસ્ટમ દ્વારા કરે છે. 
 
#LocWorld  વિશે - એલઓસી વર્લ્ડ આંતરરાષ્ટ્રીય વેપાર, અનુવાદ, લોકેલાઈઝેશન અને ગ્લોબલ વેબસાઈટ મેનેજમેંટનુ એક અગ્રણી સંમેલન છે.  આંતરરાષ્ટ્રીય વેપારને ધ્યાનમાં રાખતા એલઓસી વર્લ્ડ ભાષાયી અને અનુવાદની સેવાઓ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ માહિતીઓનુ અદાન-પ્રદાન કરવાનુ એક મંચ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર