ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજઇ હતી. આ બાબતે ચરોતર પંથકના રાજકારણ વાતાવરણ ગરમાયું હતું. એવામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, વિપુલ પટેલની ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.આ પહેલા રામસિંહ પરમારનું એકહથ્થું શાસન રહ્યું છે
પંરતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. આ અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક એમ.એસ.પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઇ છે.થોડા દિવસ સમય પહેલા જ અમૂલ ડેરીના એમડી પદેથી આર.એસ.સોઢીનું રાજીનામું માંગી લેવામાં આવ્યુ હતુ. આર એસ સોઢી 2010થી અમૂલના એમડી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. ઘણા આવનારા પ્રોજેક્ટમાં પણ તેમની મહત્વની જવાબદારી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમૂલમાં આર એસ સોઢીના કારણે ઘણું નુકસાન થયું હોવાનો દાવો છે.