વિજય માલ્યા બોલ્યા - હું દેશમાંથી ભાગ્યો નથી, કાયદાનું પાલન કરીશ

શુક્રવાર, 11 માર્ચ 2016 (12:09 IST)
લાંબા સમયથી બંધ પડેલી કંપની કિંગફિશર એયરલાઈંસના માલિક વિજય માલ્યાએ ટ્વીટ કરી રહ્યુ છે કે તે ભગોડા નથી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે તે એક આંતરરાષ્ટ્રીય વેપારી છે અને તેમની પોતાના વેપાર માટે ભારતમાંથી બીજા દેશોમાં અવર-જવર થતી રહે છે. તેમણે કહ્યુ કે હું ભારતમાંથી ભાગ્યો નથી અને ન તો હુ કોઈ ભગોડિયા છુ. 
 
કિંગફિશર પર બેંકોનું 9000 કરોડ રૂપિયાનુ કર્જ બાકી છે. બેંકોએ આ કર્જની વસૂલી સુધી સુપ્રીમ કોર્ટને તેમના દેશ છોડવા પર રોક લગાવવાની વિનંતી કરી હતી. જો કે આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને પૂછતા અટૉર્ની જનરલે જણાવ્યુ હતુ માલ્યા 2 માર્ચના રોજ જ દેશ છોડી ચુક્યા છે. 
આ સમાચાર પછી તેમના દેશમાંથી ભાગી જવાની અટકળો ચાલવા લાગી. જો કે તેમણે આ સમાચારને બકવાસ કહ્યા છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ, 'એક ભારતીય સાંસદ હોવાને નાતે હુ દેશના કાયદાનુ પુર્ણ સન્માન કરુ છુ અને તેનુ પાલન કરીશ. આપણી ન્યાય વ્યવસ્થા મજબૂત અને આદરણીય છે. પણ મીડિયા દ્વારા કોઈ ટ્રાયલ નહી.' 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીક કોર્ટમાં 17 બેંકો તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ઉદ્યોગપતિ વિજય માલ્યાએ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા સહિત 17 બેંકોમાંથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લીધી છે. જે ચુકવવાની બાકી છે. માલ્યા આ રૂપિયા આપવાને બદલે લંડન જઈને સેટલ થવા માંગે છે.  તેનાથી તેમના રૂપિયા ડૂબવાનો ભય છે. આથી વિજય માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરી તેમને દેશમાંથી બહાર જતા રોકવા જોઈએ.  

વેબદુનિયા પર વાંચો