December 2023- આજથી નિયમો લાગુ થશે

શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (07:43 IST)
December 2023- 1 ડિસેમ્બરથી થશે 13 મોટા ફેરફાર 
 
દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો બદલાય છે. તેમાં બેન્કિંગથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીના ઘણા નિયમો સામેલ છે. જેની અસર આપણા જીવન પર પડે છે. આ નિયમો(1 December Rules Change) માં આધાર કાર્ડ સંબંધિત અપડેટ્સ, જીવન પ્રમાણપત્ર સંબંધિત અપડેટ્સ અને અન્ય મહત્વપૂર્ણ નિયમોનો સમાવેશ થાય છે.
 
બેંક લોકર સંબંધિત નિયમો
આરબીઆઈએ લોકર સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. બદલાયેલ લોકર કરાર 31 ડિસેમ્બર, 2022 ના રોજ અથવા તે પહેલાં અપડેટ કરવો પડશે અને ફરીથી સહી કરવી પડશે. આ માટેની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે.

LPG ગેસ કીમતમાં ફેરફાર 
દર મહિનાની 1 તારીખે ગેસ સિલેંડરમાં ભાવમાં ફેરફાર થાય છે. 
 
પેન્શન બંધ થશે!
રાજ્ય અથવા કેન્દ્ર સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ નવેમ્બરની છેલ્લી તારીખ પહેલાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. જો આમ નહીં થાય તો પેન્શન બંધ થઈ જશે. 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે.

 
 
બલ્ક સિમનું વેચાણ બંધ
સંપૂર્ણ KYC વિના, કોઈપણ દુકાનદાર સિમ વેચી શકશે નહીં. હવે એક આઈડી પર મર્યાદિત સંખ્યામાં જ સિમ ઈશ્યુ કરી શકાશે. એટલું જ નહીં, દુકાનદારો પણ મોટા પ્રમાણમાં સિમ કાર્ડ રાખી શકશે નહીં. આ નિર્ણય સિમ કાર્ડ દ્વારા ફ્રોડ રોકવા માટે લેવામાં આવ્યો છે.
 
નિષ્ક્રિય UPI ID બંધ કરવામાં આવશે
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તમામ પેમેન્ટ એપને છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય એવા UPI ID ને બંધ કરવા સૂચના આપી છે.
 
મફતમાં આધાર અપડેટ 
જો કોઈ વ્યક્તિએ દસ વર્ષથી તેમના આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યો તો તે 14 ડિસેમ્વર સુધી મફતમાં તેમનો આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે.  તે પછી તેને ફી આપવી પડશે. 
 
દસ્તાવેજ નથી આપતા દંડ 
આરબી આઈના નિર્દેશના મુજબ જો આખુ લોન ચુકવ્યા પછી પણ બેંક દ્વારા ગ્રાહકોએ જો સંપૂર્ણ દસ્તાવેજો આપવામાં નહીં આવે, તો બેંક પર દંડ લાદવામાં આવશે. દંડ દર મહિને પાંચ હજાર રૂપિયા થઈ શકે છે. 
 
ડીમેટ અકાઉંટ હોલ્ડર માટે નિયમ 
31 ડિસેમ્બર ડીમેટ અકાઉંટમાં નોમિનેશન જમા કરવા માટે અંતિમ તારીખ છે. પેપર શેર ધરાવતા શેરધારકો માટે સેબીએ નોમિનેશન, કોન્ટેક્ટ એકાઉન્ટ, PAN, બેંક ખાતાની વિગતો જેવા દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે. નહિંતર ફોલિયો સ્થિર થઈ જશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર