Tesla ભારતમાં ફેક્ટરી ખોલે એવી શક્યતા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 3-5 અરબ ડોલરનુ રોકાણ થવાની આશા

બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (15:10 IST)
અમેરિકી ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાની વિનિર્માણ સુવિદ્યા સ્થાપિત કરવાની યોજના પર આગળ વધી રહી છે. કંપનીના અધિકારી એપ્રિલમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યા તેઓ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અને અન્ય પ્રમુખ મંત્રાલયોના અધિકારીઓની સાથે બેઠક કરશે.  આ બેઠકમાં રોકાણ યોજનાઓ, શક્યત ફેક્ટરી સ્થાનો અને ભારતમાં ઈલેક્ટ્રિક વાહન નિર્માણથી સંબંધિત સરકારી નીતિઓ પર ચર્ચા કરવામાં આવશે.  
 
ભારતમાં ટેસ્લાનુ રોકાણ 
સૂત્રોના જણાવ્યા મુજબ ટેસ્લા ભારતમાં વિનિર્માણ કેન્દ્ર સ્થાપિત કરવા માટે 3 થી 5 અરબ ડોલરનુ રોકાણ કરી શકે છે આ પગલુ ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ નવી ઈવિ નીતિથી પ્રેરિત હોઈ શકે છે, જે સ્થાનીક વિનિર્માણ માટે પ્રતિબદ્ધ કંપનીઓના આયાત શુલ્કમાં રાહત પ્રદાન કરે છે. 
 
નવી EV નીતિ 
ભારત સરકારની નવી નીતિ મુજબ જો કોઈ કંપની ભારતમાં વિનિર્માણ સંયંત્ર સ્થાપિત કરે છે અને ઓછામાં ઓછા 500 મિલિયન ડૉલરનુ રોકાણ કરે છે તો તેને 15% ની ઓછી ડ્યુટી પર દર વર્ષે 8000 ઈલેક્ટ્રિક વાહન આયાત કરવાની અનુમતિ મળશે.  જો કે કંપનીઓને એ નક્કી કરવુ પડશે કે ઓછામાં ઓછુ 50% રોકાણ ત્રણ વર્ષની અંતર કરવામાં આવે અને આગામી પાંચ વર્ષમાં ઉત્પાદન શરૂ થાય.  
 
આ શહેરોમાં ખુલી શકે છે ફેક્ટરી 
ટેસ્લાએ ભારતમાં પોતાની ફેક્ટરી માટે શક્યત સ્થાનોની શોધ શરૂ કરી દીધી છે સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાત ટેસ્લા માટે મુખ્ય વિકલ્પ બની શકે છે. 
 
મહારાષ્ટ્ર: ટેસ્લા માટે પુણેનો ચાકણ ઔદ્યોગિક વિસ્તાર અને છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) પસંદગીના સ્થળો હોઈ શકે છે. આ પ્રદેશ પહેલાથી જ અનેક વૈશ્વિક કાર ઉત્પાદકોનું ઘર છે.
 
ગુજરાત: ગુજરાત રાજ્ય પહેલાથી જ ઓટોમોબાઈલ અને બેટરી ઉત્પાદકો તરફથી મોટા રોકાણોને આકર્ષિત કરી ચૂક્યું છે, જે તેને ટેસ્લા માટે બીજો મજબૂત દાવેદાર બનાવે છે.
 
ભારતમાં ફેક્ટરી સ્થાપવાની ટેસ્લાની યોજના સ્પષ્ટ કરે છે કે કંપની ભારતના વધતા જતા EV બજારમાં તેની સ્થિતિ મજબૂત કરવા તરફ આગળ વધી રહી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર