પરંપરાગત રીતે બનતી દુધની મીઠાઇની સલામતી માટે FSSAI દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં અલગ-અલગ પ્રકારની મીઠાઇઓની સેલ્ફ લાઇફ દર્શાવવામાં આવી છે. જે FSSAIની વેબસાઇટની
www.fssai.gov.in પર ઉપલબ્ધ છે. FSSAIના આદેશ અનુસાર ફુડ બીઝનેસ ઓપરેટર્સએ ખાદ્ય ચીજ વસ્તુના પ્રકાર તથા સ્થાનીક પરિસ્થિતિને આધારે ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ નક્કી કરીને ફરજિયાત દર્શાવવાની રહેશે.