Stock Market: સેંસેક્સ 200 અંક મજબૂત તો નિફ્ટી 11950ને પાર, જાણો ડોલર સામે શુ છે રૂપિયાનો હાલ

સોમવાર, 3 જૂન 2019 (11:33 IST)
રૂપિયામાં તેજી વચ્ચે ઘરેલુ શેયર બજારમાં પણ તેજીનુ વલણ છે. વેપારી સપ્તાહ પહેલા આજે વેપારમાં નિફ્ટી 50 અંકોથી વધુ મજબૂત થઈને 11950ને પાર નીકળી ગયો છે. જ્યારે કે સેંસેક્સ પણ લગભગ 200 અંક મજબૂત થઈને 39900ને પાર ટ્રેડ કરી રહ્યો છે. એફએમસીજી સેક્ટરમાં સારી ખરીદી દેખાય રહી છે. જો કે બેંક પર હળવુ દબાણ છે. ઓટો ફાર્મા અને રિયાલિટીમા પણ ઘટાડો છે. ક્રુડની કિમંતોમાં નરમી આવવાથી પેંટ અને એનર્જી શેયરમાં તેજી છે. આજના વેપારમાં એશિયન પેટ્સમાં 2 ટકાથી વધુ તેજી છે. શેયર બજારમાં જૂન સીરિજહ્ની શરૂઆત તો શાનદાર થઈ છે.  
 
રૂપિયા 18 પૈસા મજબૂત 
 
આજે ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી જોવા મળી રહી છે. રૂપિયો આજે 18 પૈસા મજબૂત થઈને 69.50 પ્રતિ ડૉલર પર ખુલ્યો જ્યારે કે શુક્રવારે રૂપિયો મજબૂતી સાથે 69.68 પ્રતિ ડોલર બંધ થયો હતો.  કાચા તેલના ભાવમાં નરમી અને ડૉલરની ડિમાંડ ઘટી જવાથી રૂપિયાને સપોર્ટ મળ્યો છે. 
 
યુએસ અને યૂરોપના બજાર પણ કમજોર 
 
આ પહેલા પ્રમુખ યુએસ અને યૂરોપના બજાર પણ કમજોર થઈને બંધ થયા. અમેરિકાના નૈસડૈક અને ડાઉ જોસ બંનેમાં ઘટાડો રહ્યો. બીજી બાજુ યૂરોપના  FTSE, CAC અને  DAX ત્રણે મુખ્ય બજારમાં ઘટાડો રહ્યો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર