શેયર બજારમાં પણ મોદીનો જાદુ, Sensex 45,000 અને Nifty 13,500ના સ્તરને જલ્દી કરશે પાર !

શુક્રવાર, 24 મે 2019 (14:42 IST)
લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત શેયર બજારમાંથી જલ્દી જ મોટા સમાચાર આવી શકે છે. મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવતા બજાર તેને કેવી રીતે જુએ છે. આગામી 5 વર્ષમાં નિફ્ટી ક્યા સુધી પહોંચશે અને ક્યા સેક્ટર્સમાં કમાણીની તક સૌથી વધુ હશે.  આ બધાને લઈને અમેરિકાની ફાઈનેંશિયલ સર્વિસેજ કંપની મૉર્ગન સ્ટેનલએ ભારતીય શેયર બજાર માટે મોટા સંકેત આપ્યા છે. 
 
નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકારના 2014માં સત્તામાં આવ્યા પછી દેશના શેયર બજારના રોકાણકારોની મુડી 75.75 લાખ કરોડ રૂપિયા વધી છે.  આ દરમિયાન  મુંબઈ શેયર બજાર (બીએસઈ)નો સેંસેક્સ 61 ટકા વધ્યો છે. અમેરિકાની ફાઈનેંશિયલ સર્વિસેજ કંપની મૉર્ગન સ્ટેનલે મુજબ ભારતીય શેયર બજાર (stock market)માં તેજીની પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે. આ જૂન 2020 સુધી 45000ના સ્તરને પાર કરી શકે છે.  બીજી બાજુ  નિફ્ટી પણ 13500ના સ્તરને અડી શકે છે. 
 
વર્ષ 1980 પછીથી 11 ચૂંટણી પરિણામોના દિવસમાંથી આઠ અવસરો પર સેંસેક્સે રોકાણકારોને સકારાત્મક રિટર્ન આપ્યુ છે. વર્ષ 2014માં સેંસેક્સએ 30%ની તેજી બતાવી હતી.  વર્ષ 2009માં 81%, 2004માં 
13% અને 1999માં 64%ની છલાંગ લગાવી. ત્રણ અવસરો પર સેંસેક્સ એ નિરાશ કર્યા હતા. 1998માં સેંસેક્સ 17% તૂટ્યો હતો. 1996 અને 2019માં પણ તેજી પછી ઘટાડો આવ્યો. 
 
આગામી 5 વર્ષમાં બેંક, ઈંફ્રા, એફએમસીજી અને કંજમ્પશન શેયરમાં થઈ શકે છે જોરદાર કમાણી 
 
મૉર્ગન સ્ટેનલ મુજબ આગામી એક વર્ષની વાત કરીએ તો ડોમેસ્ટિક લેવલ પર વધુ ચિંતા દેખાય રહી નથી. પણ ગ્લોબલ સ્તર પર થોડા ફેક્ટર બજાર માટે ચિંતા ઉભી કરી શકે છે.  તેમા ટ્રેડવૉર, ક્રુડની કિઁમંત અને યુએસ ફેડ માટે  અનેક મુશ્કેલ નિર્ણયનો સમાવેશ થઈ શકે છે.  જો કે વિદેશી રોકાણકારોના રોકાણને લઈને ચિંતા નથી દેખાય રહી. બ્રોકરોનુ માનવુ છે કે આગામી 5 વર્ષમાં બેંક, ઈંફ્રા, એફએમસીજી અને કંજમ્પ્શન શેયરમાં જોરદાર કમાણી થશે.  ભારતીય બજારો માટે ગ્લોબલ સંકેત મિશ્રિત છે.  એસજીએક્સ નિફ્ટીમાં તેજી છે પણ બાકી એશિયા અને યૂએસમાં ઘટાડો થયો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર