નોટ બેનના નિર્ણય પછી દેશભરમાં ચાલી રહેલ કેશની તકલીફ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ એક રાહત ભર્યા સમાચાર આપ્યા છે. SBI ટૂંક સમયમાં જ પોતાના એટીએમમાંથી 20 અને 50 રૂપિયાના નોટ કાઢવાની સુવિદ્યા આપવામાં આવી રહી છે. એટીએમમાં નવી નોટોને લઈને આવી તકનીકી પરેશાનીઓ પર પણ ટેકનિકલ એક્સપર્ટ કામ કરી રહ્યુ છે અને આજથી એટીમ પર લોકોને 2000ના નવા નોટ મળી શકશે.
10 દિન વધારી છે જૂના નોટોની માન્યતા
બીજી બાજુ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા સરકારે એક દિવસમાં ચાર હજારને બદલે 4500 રૂપિયા કાઢવાની અનુમતિ આપી છે. આ ઉપરાંત સરકારે જૂના નોટોની માન્યતા 10 દિવસ વધારી દીધી છે. હવે હોસ્પિટલ, મેટ્રો સ્ટેશન, સ્મશાન ઘાટ, દવાની દુકાન, પેટ્રોલ પંપમાં 24 નવેમ્બર સુધી 500 અને 1000 રૂપિયાના નોટ સ્વીકાર કરવામાં આવશે. રવિવારે પીએમ મોદીના નોટબંદી પછી આર્થિક મામલા પર સમીક્ષા બેઠક બતાવી હતી. જેમા આ નિર્ણય લેવામાં આવ્યો.