SBI યૂઝર્સની વધી મુશ્કેલી, આજે અને કાલે પૈસા ટ્રાંસફર નહી કરી શકે

શુક્રવાર, 16 જુલાઈ 2021 (12:38 IST)
SBI Banking Services: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહકો માટે એક મોટો સમાચાર છે. ઉલ્લેખનીય છે કે  બેંકે ટ્વિટ કરીને તેના ગ્રાહકોને એલર્ટ કર્યુ છે કે તેમના બેંક સંબંધિત કામકાજ અગાઉથી પતાવવાની વિનંતી કરી છે. . બેંકે પોતાના ગ્રાહકો માટે આ મહત્વપૂર્ણ માહિતી આપીને કહ્યું છે કે બેંકની કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ આજે અને આવતીકાલે બંધ રહેશે.
 
બંધ રહેશે આ સર્વિસ 
 
એસબીઆઈએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, સિસ્ટમ મેન્ટેનન્સને કારણે 16 અને 17 જુલાઈના રોજ બેંકની કેટલીક સેવાઓ બંધ રહેશે. આ સેવાઓમાં ઇન્ટરનેટ બેંકિંગ, Yono, Yono Lite અને UPI સર્વિસનો સમાવેશ રહેશે. એસબીઆઈએ એક ટવીટના માધ્યમથી કહ્યું કે આ સેવાઓ 16 અને 17 જુલાઈની રાત્રે 10.45 થી મોડી રાત્રે 1.15 (150 મિનિટ) સુધી ઉપલબ્ધ નહી રહે. ઉલ્લેખનીય છે કે એસબીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કારણ કે બેંક આજે તેનું UPI પ્લેટફોર્મ અપગ્રેડ કરશે, જેથી કસ્ટમર એક્સપીરિયંસ સુધારી શકાય. આ દરમિયાન ગ્રાહકોને યુપીઆઈ ટ્રાંજેક્શન બંધ રહેશે.
 
આ પહેલા પણ સેવા બંધ કરી હતી 
 
તમને જણાવી દઈએ કે આવુ પહેલીવાર નથી જ્યારે એસબીઆઈ પોતાની સેવા બંધ કરી રહ્યુ છે. આ પહેલા પણ બેંકે 3 જુલાઈના રોજ મોડી રાત્રે 3 વાગીને 25 મિનિટથી આગલા દિવસ સવારે 5 વાગીને 50 મિનિટ સુધી એટલે કે 4 જુલાઈના રઓજ સવારે 3 વાગીને 25 મિનિટથી 50 મિનિટ સુધીના માટે આ સેવઓ બંધ કરવામાં આવી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર