આજે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, પીએમ કિસાન યોજના પર સરકારે આપ્યુ નિવેદન

મંગળવાર, 31 મે 2022 (17:25 IST)
PM Kisan 11th installment: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) ના લાભાર્થીઓ માટે ખુશખબર છે. આ અઠવાડિયે તેમના ખાતામાં 11મો હપ્તો આવવાનો છે. ઉલ્લેખનીય છે કે  લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. આ અઠવાડિયે તેમના ખાતામાં 11મો હપ્તો આવવાનો છે.  ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર અમોદી પીએમ કિસાન યોજના હેઠળ 31 મે ના રોજ લગભગ 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાંસફર કરશે. 
 
શુ કહ્યુ કૃષિ મંત્રાલયે ? 
કૃષિ મંત્રાલયે રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશના શિમલામાં પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો જાહેર કરશે. તેઓ 'ગરીબ કલ્યાણ સંમેલન'ના ભાગરૂપે કેન્દ્ર સરકારની 16 યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લઈ રહેલા લોકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ પણ કરશે.
 
21,000 કરોડ રૂપિયા રજુ કરવામાં આવશે 
કૃષિ મંત્રાલયના નિવેદન અનુસાર, "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, સરકાર 11મા હપ્તામાં 21,000 કરોડ રૂપિયા જાહેર કરશે." સરકાર તેને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ચૂકવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા થાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર