મુકેશ અંબાનીનો નવો દાવ, ઓલા-ઉબરને ટક્કર આપશે Jio Cab!

શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (14:32 IST)
દેશભરમાં 4જી સર્વિસ દ્વારા તહલકો મચાવનારી રિલાયંસ જીયો હવે એપ બેસ્ડ કૈબ સર્વિસમાં ડગ માંડવા જઈ રહી છે. પ્રતિદ્વંદી ટેલીકોમ કંપનીઓની હાલત ખરાબ કરનારી રિલાયંસ કંપની હવે એપ બેસ્ટ કૈબ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ માટે પણ ખતરો બનીને ઉભરી શકે છે. જો આવુ થયો તો ઓલા અને ઉબર માટે આ કોઈ ખરાબ સ્વપનથી ઓછી નહી હોય. રિપોર્ટ મુજબ મુકેશ અંબાનીની કંપની જિયો આ વર્ષના અંત સુધી એપ આધારિત ટેક્સી લોંચ કરી શકે છે. 
 
લોંચ થવામાં લાગશે 6 મહિના 
 
સૂત્રો મુજબ આના પર કંપની વિચાર તો ખૂબ પહેલાથી જ કરી રહી હતી પણ હવે તેને પૂરી રીતે કમર્શિયલ રીતે બજારમાં ઉતારવામાં 6 મહિનાનો સમય લાગી શકે છે. રિલાયંસ જિયો આ માટે મહિન્દ્રા અને હ્યૂંડઈ સાથે વાતચીત કરી રહી છે. માહિતી મુજબ જિયો પોતાની એપ બેસ્ટ કૈબ સર્વિસ બેંગલુરૂ અને ચેન્નઈથી શરૂ કરશે. 
 
બીજી કંપનીઓને રજુ કરવી પડશે આકર્ષક ઓફર્સ 
 
પોતાની માર્કેટ વેલ્યૂ કાયમ રાખવા માટે આ કંપનીઓએ ખૂબ સંઘર્ષ  કરવો પડી રહ્યો છે. જો હવે જિયો કૈબ સર્વિસમાં ઉતરે છે તો આ ક્ષેત્રની અન્ય કંપનીઓ માટે મુકાબલો થોડો મુશ્કેલ હશે. જો કંપની એપ બેસ્ડ કૈબ સેક્ટરમાં પગ મુકે છે તો ઓલા ઉબર જેવી કંપનીઓને માર્કેટમાં કાયમ રહેવા માટે નવા ઓફર્સ લાવવા પડશે. 

વેબદુનિયા પર વાંચો