તેમણે માહિતી માંગી હતી કે જો જિયોને આ તસ્વીરનો ઉપયોગ કરવાની મંજુરી નથી આપવામાં આવી તો તેના વિરુદ્ધ કાર્યવાહી શુ કરવામાં આવી છે ? સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધન રાઠોરે આનો સીધો કોઈ જવાબ આપ્યો નથી પણ કહ્યુ કે આ મામલામાં ચિહ્ન અને નામ (અયોગ્ય ઉપયોગ પર રોક) અધિનિયમ 1950 લાગૂ થાય છે. જેનુ અનુપાલન કરવાની જવાબદારી ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જન વિતરણ મંત્રાલય પર છે.
સપ્ટેમ્બરમાં જાહેરાતમાં મોદીની તસ્વીર પર કરવામાં આવેલ પ્રશ્નોનો મુકેશ અંબાણીએ જવાબ આપ્યો હતો. અંબાણીએ કહ્યુ હતુ કે, "આ વિવાદનો કોઈ આધાર નથી. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. તેઓ જેટલા તમારા પ્રધાનમંત્રી છે એટલા જ મારા પ્રધાનમંત્રી પણ છે."