જુની નોટોની પધરામણીમાં અમદાવાદમાં 14 કરોડ રૂપિયાનું પેટ્રોલ વેચાયું

સોમવાર, 14 નવેમ્બર 2016 (16:17 IST)
દેશમાં 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ બાદ દરેક વ્યક્તિને છૂટા પૈસા અને પોતાની પાસે રહેલી જૂની નોટો વટાવવાની ચિંતા છે.તો તેવા સમયે ગુજરાતમાં સૌથી ચાલાક ગણાતા અમદાવાદીઓ ક્યાં પાછળ રહી જવાનાં. અમદાવાદીઓ હાલ જ્યાં પણ જુની નોટો ચાલે છે તે દરેક સ્થળોનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. તે પછી હોસ્પિટલ હોય, પેટ્રોલ પંપ હોય કે કોર્પોરેશન ઓફીસ હોય. છેલ્લા ચાર દિવસની નોટોની સર્જીકલ સ્ટ્રાઇકનાં કારણે અમદાવાદીઓએ 14 કરોડ રૂપિયાનું પેટ્રોલ ભરાવી લીધું છે. લોકો જુની નોટ બેંકમાં વટાવવાને બદલે પેટ્રોલપંપ પર વટાવી રહ્યા છે. 500 અને 1000ની નોટ પર પ્રતિબંધના માત્ર પાંચ દિવસમાં અમદાવાદમાં 14 કરોડનું પેટ્રોલે વેચાયું છે. સામાન્ય દિવસમાં શહેરમાં રોજના 3.20 લાખ લિટર પેટ્રોલનું વેચાણ થતું હોય છે. જ્યારે આ પાંચ દિવસોમાં રોજના 4 લાખ લિટર પેટ્રોલનું વેચાણ થયું છે. આમ સામાન્ય દિવસ કરતા હાલ રોજના 80 લાખ લિટર પેટ્રોલ વધારે વેચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 500 અને 1000ની નોટ વટાવવા અમદાવાદીનો અનોખો રસ્તો અપવાનાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો