ખુશખબર... એક સપ્ટેમ્બરથી પેટ્રોલ અને ડિઝલ સસ્તુ થશે

સોમવાર, 31 ઑગસ્ટ 2015 (11:41 IST)
છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિમંતોમાં ભારે ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિમંતો પ્રતિ લીટર 1 થી 3 રૂપિયા સુધી ઓછી થઈ શકે છે. એક સપ્ટેમ્બરના રોજ થનારી ઓયલ માર્કેટિંગ કંપનીઓની બેઠકમાં આના પર નિર્ણય લેવામાં આવી શકે છે. 
 
આ અગાઉ 15 ઓગસ્ટના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સમીક્ષા બેઠક દરમિયાન પેટ્રોલમાં 1.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1.17 રૂપિયા પ્રતિ લીટરનો કપાત કરવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટના રોજ સમાપ્ત અવધિ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિમંત 50.68 ડોલર પ્રતિ બૈરલ હતી. જ્યારે કે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત અવધિમાં ક્રૂડ ઓઈલની કિમંત ઘટીને 44.28 ડોલર પ્રતિ બૈરલ પર પહોંચી ગઈ છે. કૂડ ઓઈલની કિમંતોમાં આ ઘટાડાથી ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં કપાતની શક્યતા વધુ મજબૂત થઈ ગઈ છે. 
 
કૂડની કિમંતોમાં સતત ઘટાડાને કારણે 29 વર્ષ પહેલા જેવી સ્થિતિ બની રહી છે. એક્સપર્ટના મુજબ જેવા પરિસ્થિતિ બની રહી છે તેને જોતા પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તુ થઈ શકે છે. બીજી બાજુ નોન સબ્સિડાઈઝ સિલેંડર્ની કિમંતોમાં 20-25 રૂપિયાની કમી આવી શકે છે.  

વેબદુનિયા પર વાંચો